ટોયોટા ઈનોવા હાઈક્રોસનું જામનગરમાં ભવ્ય લોન્ચીંગ

ધારાસભ્ય સહિતના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી

ટોયોટા ઈનોવા હાઈક્રોસનું જામનગરમાં ભવ્ય લોન્ચીંગ

Mysamachar.in:જામનગર

સમગ્ર વિશ્વમાં જાણીતી ટોયોટા કંપનીએ ગત 3 ફેબ્રુઆરીના રોજ જામનગર શોરૂમ ખાતે ઈનોવા હાઈક્રોસનું અનવેલીંગ જામનગર ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા કરવામાં આવ્યુ હતું, આ પ્રસંગે ગોકુલ ગ્રુપના એમ.ડી. અને ધીર ટોયોટાના એમ.ડી. અક્ષિતભાઈ મિલનભાઈ પોબારૂ ઉપસ્થિત રહયા હતા. આ તકે માયસમાચાર અને દર્શન પબ્લીસીટીના દર્શન ઠક્કર તેમજ જામનગરના ડોકટરો, ઉદ્યોગપતિઓ અને વેપારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. ટોયોટા કંપનીની આ ઈનોવા હાઈક્રોસની ટેકનોલોજી જોઈને તમામ લોકો પ્રભાવિત થયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ધીર ટોયોટાના જનરલ મેનેજર જયદીપભાઈ મકવાણાના નેતૃત્વ હેઠળ સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.