ચેરીટેબલ ટ્રસ્ટો પ્રત્યે સરકારનું ઉદાર વલણ...

રજિસ્ટ્રેશન તથા દાનસંબંધી કેટલીક મહત્વની જાહેરાત

ચેરીટેબલ ટ્રસ્ટો પ્રત્યે સરકારનું ઉદાર વલણ...

Mysamachar.in:જામનગર

જામનગર અને ગુજરાત સહિત દેશભરમાં ચેરીટેબલ ટ્રસ્ટોને રાહત થાય એ પ્રકારની જાહેરાત સરકારનાં નાણાં મંત્રાલય હસ્તક થઈ છે. રજિસ્ટ્રેશન અને દાન સંબંધિત કેટલીક સ્પષ્ટતા કરવામાં આવી છે. જે ટ્રસ્ટ પોતાનું રજિસ્ટ્રેશન રિન્યુ ન કરાવી શક્યા હોય અથવા જે ટ્રસ્ટોએ હજુ સુધી રજિસ્ટ્રેશન જ ન કરાવ્યું હોય, તેઓને એક વધુ તક આપવામાં આવી છે. સરકારે જાહેર કર્યું છે કે, જે ટ્રસ્ટ પોતાનાં ટ્રસ્ટ રજીસ્ટ્રેશન રિન્યુ ન કરાવી શક્યા હોય તેઓને આ કામ માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. અગાઉ આ મુદ્ત વધારીને 31મે કરવામાં આવી હતી. ફરીથી આ મુદ્ત વધારવામાં આવી છે.

આ ઉપરાંત એ જાહેરાત પણ કરવામાં આવી છે કે, રજિસ્ટ્રેશન ધરાવતાં ચેરીટેબલ ટ્રસ્ટને આપવામાં આવતાં દાનની સંપૂર્ણ વિગતો ભરેલું ફોર્મ કચેરીમાં આપવાની અંતિમ તારીખ 31મે છે, તે પણ લંબાવીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી છે. ફોર્મ 10BD માં દાતાનું નામ, સરનામું, પાન નંબર, દાનમાં આપેલી રકમ તથા રકમ રોકડેથી અથવા ચેકથી આપવામાં આવી છે તે અંગેની તમામ વિગતો ફરજિયાત બનાવવામાં આવી છે. જે ટ્રસ્ટ રજીસ્ટ્રેશન રિન્યુ કરાવવાનું ચૂકી ગયા છે તેઓ 30 સપ્ટેમ્બર સુધીમાં રિન્યુ કરાવી લેશે તો તેઓ વિલંબિત રિન્યુ અંગેની પેનલ્ટી ચૂકવવામાંથી પણ બચી શકશે. આ ઉપરાંત જે ટ્રસ્ટોએ રજિસ્ટ્રેશન માટેનું ફોર્મ મોડું ભર્યું હોય અને તેઓનું રજિસ્ટ્રેશન રદ્ થયું હોય એવા ટ્રસ્ટને રજિસ્ટ્રેશન માટે નવેસરથી એક તક આપવામાં આવી છે.