Mysamachar.in-ગાંધીનગર
રાજ્યના કેટલાય જીલ્લાઓમાં કાયદાની છટકબારીઓનો લાભ લઈને ઓનલાઈન ગેમિંગને નામે જુગાર રમાડવાના મામલે નામદાર ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી છે અને રાજ્ય સરકારને આ મામલે સ્થિતિ અંકુશ બહાર જાય તે પૂર્વે પગલા લેવા સરકારને તાકીદ કરી છે, જો કોઈ વેબસાઈટ ઓનલાઈન જુગાર સાથે સંકળાયેલી હોય તો તેની સામે કાર્યવાહી કરવા ઉપરાંત ઓનલાઈન ગેમિંગને નામે મની લોન્ડરિંગ કે વિદેશી ફંડની હેરાફેરી ચાલતી હોય તો તેની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ તેવા નિર્દેશો જારી કર્યા છે,
આ મામલે અરજદારની હાઈકોર્ટમાં રજૂઆત હતી કે બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળેલા ઓનલાઈન ગેમિંગના મોબાઈલ અને વેબસાઈટ આવી રહી છે તેને કારણે કાયદાનો ભંગ થઇ રહ્યો છે, ત્યારે આ મામલે કોર્ટે સરકારને નિર્દેશો જાહેર કરી દીધા છે, તો રાજ્યસરકારે પણ કોર્ટને ખાતરી આપી છે કે આ મામલે પગલા લેવામાં આવશે.