સરકારી શિક્ષકો પોતાની જવાબદારીઓ ધીમે ધીમે ભૂલતા જાય છે, કેમ સી.આર.પાટીલે આવું કહ્યું વાંચો 

શિક્ષક કર્મચારી નથી તો પછી કર્મચારી જેવા કામ શા માટે લેવાય છે?

સરકારી શિક્ષકો પોતાની જવાબદારીઓ ધીમે ધીમે ભૂલતા જાય છે, કેમ સી.આર.પાટીલે આવું કહ્યું વાંચો 
file image

Mysamachar.in-નવસારી

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પોતાના બેબાક નિવેદનો માટે જાણીતા છે. એવામાં રાજ્યના સરકારી શાળાના શિક્ષકોને લઈને પાટીલે જાહેરમંચ પરથી કરેલ નિવેદન ફરી વખત ચર્ચામાં આવ્યું છે. નવસારીમાં ભારતીય જનતા પાર્ટીના યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા રાજ્યના સરકારી શિક્ષકો મુદ્દે વિવાદિત નિવેદન કરવામા આવ્યું હતું. પાટીલે કહ્યું હતું કે, શિક્ષકો પગાર વધારો, મોંઘવારી ભથ્થા અને રજાના લાભની ચિંતા કરતા થઈ ગયા છે. પોતાની જવાબદારી છે તે ધીમે ધીમે ભૂલી રહ્યા છે.શિક્ષક પોતે ગુરુજી છે તે વાત તેના મનમાં ઉતારવા માટે આગામી દિવોસમાં રાજ્યમાં કાર્યક્રમોનું આયોજન કરાશે.

પાટીલે કહ્યું હતું કે, શિક્ષકો એ કર્મચારી નથી, સમાજમાં તેને ગુરુનું સ્થાન છે, તેના પર આવતીકાલના નાગરિક તૈયાર કરવાની જવાબદારી છે.રાજ્યમાં આગામી દિવસોમાં શિક્ષકો માટે એક કાર્યક્રમનું આયોજન કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં શિક્ષકોને હાજર રાખીને તેઓનું સન્માન કરવામા આવશે. સાથે તેઓ એક કર્મચારી નથી પણ સમાજમાં તેઓને ગુરુનું સ્થાન છે. જેથી તેઓને ગુરુ હોવાની યાદ અપાવી કામ કરવા અપીલ કરાશે.