Mysamachar.in-જામનગર
દેશની સરકારી બેન્કોના ખાનગીકરણના વિરોધમાં આજથી સરકારી બેંકોના કર્મચારીઓ બે દિવસ હડતાલમાં જોડાઈ અને પોતાનો વિરોધ પ્રદર્શિત કરશે, આ બે દિવસ દરમિયાન બેંકો સંપૂર્ણ બંધ રહેવાના કારણે બેંકને લગત કોઇપણ કામો આ બે દિવસ દરમિયાન થઇ શકશે નહી, ખાનગીકરણ સહિતના અન્ય મુદ્દાઓ પણ બેન્કના કર્મચારીઓ દ્વારા ધ્યાને લઈને આજથી 2 દિવસની હડતાલ શરુ થઇ ચુકી છે, આજથી હડતાલને કારણે જામનગર જીલ્લાની 120 સરકારી બેન્કોની શાખા બંધ રહેશે અને કામકાજ ઠપ્પ થઇ જશે તો બે દિવસ સરકારી બેંકો બંધ રહેવાથી પ્રતિદિવસ 5000 કરોડનું ટનઓવર મોડું જશે તેમ બેંક યુનિયનના કુલીન ધોળકિયાએ જણાવ્યું હતું.આજે જામનગરના રણજીતરોડ પર આવેલ યુકો બેંક ખાતે બેંક કર્મચારીઓએ એકઠા થઇ અને સુત્રોચ્ચારો કરી અને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.