Mysamachar.in-ગુજરાત:
ગુજરાતમાં વચ્ચે થોડા દિવસો કેટલાય તાલુકાઓમાં વરસાદ પડ્યો પણ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી સીસ્ટમ સક્રિયના હોવાથી વરસાદે દેખા દીધી નથી, ત્યારે આજે ફરી વખત ચોમાસાને લઈને સારા સમાચાર આવ્યા છે અને આશા રાખીએ કે હવે મેઘરાજા મહેર કરે.. હવામાન વિભાગે આગામી 11થી 13 જુલાઇ સુધીમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હવામાન વિભાગના મતે આગામી 11 જુલાઇના અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દમણમાં હળવાથી મધ્યમ, 12 જુલાઇના નર્મદા, ડાંગ, તાપી, સુરત, ભરૂચમાં ભારે, સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવોથી મધ્યમ જ્યારે 13 જુલાઇના આણંદ, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, દમણ અને ભાવનગરમાં અતિભારે દાહોદ, પંચમહાલ, બોટાદ અને અમરેલીમાં ભારે વરસાદની સંભાવના છે. મહત્વનું છે કે વરસાદ ખેંચાતાં રાજ્યમાં ચોમાસાની આ સીઝન દરમિયાન અત્યારસુધી સરેરાશ 4.84 ઈંચ જેટલો જ વરસાદ નોંધાયો છે.અને વાવણી કરી રાહ જોઈ બેસેલા ખેડૂતો પણ ચિંતાતુર છે.