વાહનચાલકો આનંદો,હવે તમારું લાયસન્સ બનશે ઝડપી

નહિ ચાલે બાબુશાહી..

વાહનચાલકો આનંદો,હવે તમારું લાયસન્સ બનશે ઝડપી
ફાઇલ તસ્વીર

Mysamachar.in-ગાંધીનગર:

ગુજરાતમાં પોલીસ અને મહેસુલ વિભાગની સાથોસાથ આરટીઓ વિભાગ પણ કટકી ને લઈને ચર્ચાઓમાં રહેતો હોય છે,ત્યારે રાજ્યના વાહનવ્યવહાર વિભાગે એક આદેશ જાહેર કર્યો છે.જેમાં રાજ્યના અલગ અલગ આરટીઓમા હવેથી લાયસન્સ પ્રક્રિયા ઝડપી બનાવવા માટે જરૂરી માર્ગદર્શિકાઓ પણ જાહેર કરવામાં આવી છે,અને જો તેની અમલવારી દરેક આરટીઓમા થાય તો વાહનચાલકો ને સરળતા નો અનુભવ થાય તેવું પણ લાગે છે,

હવેથી ટેસ્ટ ટ્રેક પર સરકારી અધિકારીઓ દ્વારા ટેસ્ટ લેવામાં આવશે. આ સાથે અધિકારીઓને ફરજ પર આઇકાર્ડ ફરજીયાત પહેરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે,મોટર વાહન ચલાવવા માટે મોટર વ્હિકલ્સ એકેટ, 1988ની જોગવાઇ પ્રમાણે ડ્રાઇવીંગ લાયસન્સ હોવું જરૂરી છે. ડ્રાઇવીંગ લાયસન્સ મેળવવા પહેલા તો કાચું લાયસન્સ મેળવવું જરૂરી છે અને ત્યારબાદ પાકુ લાયસન્સ મેળવવું જરૂરી છે. ત્યારે પાકુ લાયસન્સ મેળવતા પહેલા ડ્રાઇવિંગ ટેસ્ટ આપવી જરૂરી છે. આ પ્રક્રિયાને વધુ સરળ અને અસરકારક બને તે માટે જે આદેશો જાહેર કરવામાં આવ્યા છે,

ટેસ્ટ ટ્રેકના સંચાલ માટે જરૂરી મેનપાવર ફક્ત સરકારી કર્મચારી/અધિકારી હોવા જોઇએ,ટેસ્ટ ટ્રેક પર તારીખવાર આરટીઓ/ એઆરટીઓની સહીં સાથે ડ્યૂટી લિસ્ટ સફેદ બોર્ડમાં મોટા અક્ષરે દેખાડવાનું રહેશે. જેમાં નામ, હોદ્દો અને ફરજ દર્શાવવાની રહેશ. ડ્યૂટી લીસ્ટમાં દર્શાવેલ નામ મુજબના જ કર્મચારી/ અધિકારી ટેસ્ટ ટ્રેક પર હાજર રહી શકશે. આકસ્મિક તપાસ દરમિયાન જો અન્ય કોઇ ઉપસ્થિત જણાશે તો ટેસ્ટ ટ્રેકના ઇન્ચાર્જ અધિકારીની જવાબદારી નક્કી કરી તેની સામે પગલા લેવામાં આવશે,

ઉપરાંત  ટેસ્ટ ટ્રેક પર સિક્યુરીટી ગાર્ડે સુનિશ્ચિત કરવાનું રહેશે કે અધિકૃત વ્યક્તિ અને માત્ર ટેસ્ટ આપનાર અરજદાર પ્રવેશ કરે છે. સિક્યુરીટી ગાર્ડ દ્વારા ટ્રેકના સંચાલનમાં કોઇ હસ્તક્ષેપ કરવાનો નથી કે, સિક્યુરીટી ગાર્ડે ટ્રેકના વિસ્તારમાં પ્રવેશ કરવાનો નથી. તેઓએ માત્ર ટેસ્ટ ટ્રેકની આસપાસનું પાર્કીંગ, ટેસ્ટ ટ્રેકની એન્ટ્રીઅને એકઝીટનું નિયંત્રણ કરવાનું છે.

આ સૂચનાનો ભંગ કરનાર સિક્યુરિટી ગાર્ડ સામે ગંભીર પગલાં લેવામાં આવશે, હાલ વ્યક્તિની ઓળખ ઇન્સ્પેક્ટર દ્વારા વ્યક્તિના દસ્તાવેજ જોઇ મેન્યુઅલ થાય છે. તે જગ્યાએ વ્યક્તિની ઓળખ અંગેનું કાઉન્ટર ઉભું કરી, કાઉન્ટરમાં મોટર વાહન નિરીક્ષકને બેસાડી તે આઇડેન્ટીફીકેશન કરે ત્યારબાદ જ વાહન અંદર જાય તેવી વ્યવસ્થા કરશે આમ રાજ્યના વાહનવ્યવહાર વિભાગ દ્વારા ચોક્કસ માર્ગદર્શિકાઓ તો જાહેર કરાઈ છે,આશા રાખીએ કે અમલવારી પણ થાય.