Mysamachar.in-જામનગર
રોમ ભડકે બળતુતુ ત્યારે નીરો ફલ્યુટ એટલે કે વાંસળી વગાડતો હતો તેમ હાલાર ગુજરાત ભારતમા કોરોનાના કારણે ટુંકી પડતા ને ભેખડે ભરાતા સરકાર વેક્સીન ઉત્સવ જનસુરક્ષા જનકવચ કઢાઇ તેમાય મારૂ ગામ કોરોના મુક્તના સુત્રો કાં વહેતા મુકે તેમ પુછી લોકો એમ કહે છે એમ બોલવાથી કોરોના જતો રહેશે? અત્રે ઉલ્લેખનીય છે કે નાટકીયુ શાસન પ્રચાર પ્રસાર જેમકે આમ કરશુ આમ થશે તેમ કરજો…વગેરેનુ લીંપણ જેવૂ બોલાવે છે લખાવે છે તો વળી પહેલા ગો કોરોના ગો તો વળી કોરોના હારશે ગુજરાત જીતશે(પણ કે દી’???) તેમ બોલતા લખતા સરકાર થાકતી નથી….
પરંતુ દરેક ગામડામા પહેલા રસ્તા આપોને એમ્બ્યુલન્સ આપો જેથી દર્દીને વાહનમા લઇ જઇ શકાય તેમજ ત્યા સ્થાનિક દવાખાના દવા ડોક્ટર ઓક્સીઝ્ન સ્ટાફ સાથે ટેસ્ટ કીટ આપો…(આ બે પાંચ કે પાંચ પચીસ સમ ખાવા જેવા ગામો છે તેની વાત નથી પરંતુ દરેક ગામની વાત છે જ્યા મહામુલી માનવ જીંદગી વસે છે) ગામડા તો શુ જોડીયા, લાલપુર, ધ્રોલ, ઓખા, મીઠાપુર, સિક્કા, સલાયા, રાવલ, ધ્રોલ વગેરે જેવા મથક પણ સુવિધાઓમા તો બીગ વિલેજ બની રહી ગયા છે,
હાલ ગામડામા કોરોનાની દસ્તક છે દાઢીવાળા ભાઈએ કીધેલુ દોઢ મહિના પહેલા કે ગામડામા ચેપ જતો અટકાવો તેમજ કરફ્યુ રાતનો હોય તે 9 થી 6 હોવો જોઇએ માસ્ક વેક્સીન સેનીટાઇઝર સોશ્યલ ડીસ્ટન્સ…..રાખો આ બધુ ડ્રામાબાજી થી બોલવાનો અર્થ શુ કેમકે હાલાર થી માડી ગુજરાતમા ક્યાય તેની વાર્તાના સો ટકા પાલન નથી થાતુ અરે એના જ પક્ષના ચુંટાયેલા વગર ચુંટાયેલા તેમજ નેતાઓ કાર્યકર્તાઓ ખુદ તંત્રો સરકારની સીસ્ટમ્સ કઇ અમલ આ મુજબ નથી કરતા,
મુળ વાત છે ગામડાઓની ગામડા બચાવાની જરૂર છે તો મીટીંગ કરી…..ને….રીંગણા જેવુ કરી દલા તરવાડી જેવી વાતો કરી ગામડા કોરોના મુક્ત ન થાય મારા સાયબો એવી ઘણી વાસ્તવિકતા તમે ય સમજો છો પરંતુ ટંગડી ઉંચી રાખવા લોકોને મુર્ખ બનાવવા ને ખોટુ રૂપકડુ ચિત્ર બનાવી ખોટા સંતોષનો ભાર લઇ કાં ફરો જે સુવિધા પહોંચાડવાની જરૂર છે કેમકે તમને હા સાહેબો તમને ભારતની બુદ્ધીધન ધરાવતી દરેક સંસ્થાઓએ તમને બે મહિના પહેલા ચેતવ્યા હતા તો દરેક જરૂરીયાત હાથવગી કા ન કરી?? તમે જેના ભક્ત છો અને બધુ ઇ જ કે એમ કરવાનો ડોળ કરો છો તો તમે જાવ ગામડામા અને સર્વે કરો તમને ઉપરથી સુચના છે છતાય ગામડા તરફ જઇ રહેલો કોરોના અટકાવો નહી તો વધુ સ્ફોટક સ્થિતિ થશે અને મો વકાસીને બેસશો તેમજ કોરોના કેર તેમજ પ્રિકોશન અને જરૂરી દવા વિતરણ ટેસ્ટ વગેરે કરી લોકોને સાજા રાખો માત્ર સુત્રો ન આપો તેમ ગામડાના પોકાર છે.
ચુંટણી હોય તો બધી વ્યવસ્થા થાય અરે નાનુ પતાકડુ પણ ફુલવાળુ દરિયાપારના ગામે જ્યા પાણી વીજળી નિયમિત ન પહોચે ત્યા પણ પહોંચી જાય તો ગામડામા કોરોના ટેસ્ટ પુરેપુરી કીટ કાં ન પહોચી જવાબ આપો? ચુંટણી હોય તો જે વસ્તુ જોઇએ તે અડધી રાતે મળી જાય પરંતુ માનો કે કોઇ એકાદ ગ્રામજન રાત્રે ગંભીર થાય (દરેક ગામની વાત છે માત્ર પચાસ સો ગામ પુરતી વાત નથી તે ફરીથી જણાવીએ) તો તે પહેલા તો તેને ક્યા જવુ કેમ જવુ નુ આભ તુટે તે વરવી વાસ્તવિકતા છે,
ચુંટણી હોય તો પેજ પ્રમુખ થાય તેની મોજ લેવાય ઘેર ઘેર જાય હાથ જોડે…..અને હવે જાવ ને ? ગલીઓ વિસ્તારો ગામોમા જઇને ત્યા આરોગ્ય કે લગત દરેક તંત્રને કામમા મદદ કરો ને એ ફોટા પાડી ખરો સંતોષ મેળવો કે મે ગામડામા જઇ આટલાને માસ્ક આપ્યા હાથ જોડી તંદુરસ્ત રહેવા સમજાવ્યુ…વગેરે કરવાથી આંતરીક આનંદ મળશે ને મારા ભાઇ તે જબરો હશે.
ગામડા તો ગામડા તમે મહાનગરો, નગરોમા મથકોમા પણ કોરોના સારવાર કેર દવા બધુ જ નથી પહોંચાડી શકતા હોવ દરેક ગામડાઓ સુધી ન જ પહોચી શકો તે સમજાય પરંતુ પહોંચતા નથી અને ગામડાઓમા દરેક નાગરીકો માટે મુળભુત બધી જ સુવિધાઓ પુરતી નથી ખાસ કરી આરોગ્યની તો પછી રૂપકડા સુત્રો આપી નાટક નકરો લોકોની મશ્કરી ન કરો તેમ જાણકાર ગ્રામજનોનો આક્રોશ છે અને જણાવ્યુ કે આ સુત્ર ગામડા માટે આપ્યુ તે ઘણાને ખબરેય નથી ક્યાક ક્યાક વાવડા સામે વાતો થાય છે એવુ સાંભળ્યુ તેમ લોકો ઉમેરે છે.
ગામડાઓમા બાળકો વૃદ્ધો સગર્ભા બિમાર શારીરીક નબળા વગેરેને તો જરૂરી સંભાળ સારવાર તો એવી આપો કે તેઓ સાજા થાય સાજા રહે કે ફીટ રહે તો મારૂ ગામ કોરોના મુક્ત ગામ થાય મીટીંગથી બધાને ખબર જ છે ગામડાની વાસ્તવિકતાની તેમા કાગળ ચિતરીને એસીમા બેસી બિસ્લેરી અને ચા બીસ્કીટ ખાતા ખાતા ચર્ચા કરવાની જરૂર નથી.