યુવતીની સગાઈ થઇ ચુકી હતી પણ પ્રેમસબંધ બીજા સાથે હતો 

કોઈને કઈ ના કહી શકનાર યુવતીએ 

યુવતીની સગાઈ થઇ ચુકી હતી પણ પ્રેમસબંધ બીજા સાથે હતો 
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના નથુવડલા ગામે નીલેશભાઈ પટેલની વાડીએ મજુરી કામ કરતી યુવતીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે.આ વાડીમાં રહેતી 22 વર્ષીય પુજાબેન આતુભાઇ ભાલીયા જે મૂળ રહે.મોરકંડા ગામ, ધાર પર જંગલીપીર તા.જી.જામનગર ની સગાઇ થઇ ગયેલ હોય મૃતક પૂજાને અન્ય બીજા છોકરા સાથે પ્રેમ સબંધ હોય જે કોઇને વાત કરી શકતી ન હોય મનમા મુંજાતી હોય જેથી મનમા લાગી આવતા પોતાની જાતે ભાગીયુ રાખેલ વાડીએ ઓરડીમા પોતાની ચુંદડી વડે ગળે ફાંસો ખાઇ લેતા સારવારમા લઇ ગયા બાદ ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કર્યાનું પોલીસમાં જાહેર થયું છે.