ક્યાં ફિગર લગતા હૈ..કહી યુવતીની છેડતીનો મામલો પહોચ્યો પોલીસમાં...

રાજ્યમાં દિનપ્રતિદિન છેડતી સહિતની વધી રહેલી ઘટનાઓ

ક્યાં ફિગર લગતા હૈ..કહી યુવતીની છેડતીનો મામલો પહોચ્યો પોલીસમાં...
symbolic image

Mysamachar.in: વલસાડ 

રાજ્યમાં મહિલાઓ સાથે છેડતી, અત્યાચાર સહિતના કિસ્સાઓ અવારનવાર સામે ત્યારે વાપીના છિરી ગામે એક વિદ્યાર્થિનીની ગંદા ઈશારા કરી છેડતી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે, વાપીના છિરી ગામે વિદ્યાર્થિનીની છેડતી કરતા યુવક સામે ફરિયાદ નોંધાઈ છે. છેડતી કર્યા બાદ યુવતીએ સમગ્ર આપવીતી પોતાની માતાને જણાવી હતી. વાપીના છિરી ગામે એક એપાર્ટમેન્ટમાં પાડોશી યુવકે યુવતીની છેડતી કરતા માતાએ ફરિયાદ નોંધાવી છે. જેના કારણે યુવક ગુસ્સે ભરાયો હતો અને યુવકે યુવતીની છેડતી કર્યા બાદ તેણીની માતાને ધમકાવીને જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ હતી.


ગંદા ઈશારો થી કંટાળી ગયેલી યુવતીનો આરોપ હતો કે, છેલ્લા એક અઠવાડિયાથી આરોપી યુવક યુવતીની છેડતી કરી તેણીને ગંદા ઈશારા પણ કરતો હતો. સ્કૂલમાં અભ્યાસ કરતી યુવતીને ‘ક્યાં ફિગર લગતા હે ચલ મેરે સાથ આજા’ કહી કોમેન્ટ પણ પાસ કરતો હતો. જેના કારણે અંતે કંટાળી જઈને  યુવતી અને તેની માતાએ ડુંગરા પોલીસ મથકમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી, જે ઘટના અંગે પોલીસે વિશેષ તપાસ શરુ કરી છે.