વધુ એક દુષ્કર્મની ઘટના, ખોટું નામ ધારણ કરી યુવતીને ફસાવી

બિભત્સ ફોટા વાયરલ કરવાની આપી હતી ધમકી

વધુ એક દુષ્કર્મની ઘટના, ખોટું નામ ધારણ કરી યુવતીને ફસાવી
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-રાજકોટઃ

એક તરફ રાજ્ય તથા દેશભરમાં દુષ્કર્મની ઘટનાને લઇને લોકોમાં રોષની લાગણી છે, તો બીજી બાજુ દુષ્કર્મની ઘટના અટકવાનું નામ જ લેતી નથી. હૈદરાબાદમાં દુષ્કર્મના આરોપીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા બાદ લોકોએ મહદઅંશે હાશકારો અનુભવ્યો છે, પરંતુ નરાધમોને જાણે કે ફેર પડતો ન હોય તેમ લાગી રહ્યું છે. રાજકોટમાં દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે. અહીં એક ઇસમે ખોટું નામ ધારણ કરી પહેલા 25 વર્ષિય યુવતી સાથે મિત્રતા કેળવી, ત્યારબાદ ચોટીલા જઇ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. તો ફરિયાદમાં યુવતીએ જણાવ્યું કે નરાધમે બિભત્સ ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું છે. તો યુવતીને PSI બનાવવાની લાલચ આપી 2 લાખ પડાવ્યા હોવાનું પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે ચોટીલાના એઝાઝ ગઢવાળા નામના ઇસમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.