ગીર સોમનાથ LCB ટીમે કેરીના બોક્સ ખોલી તપાસતા અંદરથી મળી આવ્યો...

Mysamachar.in-ગીરસોમનાથ:

ગીરસોમનાથ એલસીબી સ્ટાફ જીલ્લામાં પેટ્રોલીંગમાં હોય જે દરમ્યાન બાતમી  હકીકત મળેલ કે ઉના બસ સ્ટેન્ડ વિસ્તારમાં બે ઇસમો કેસર કેરીના બોક્ષમાં પરપ્રાંતનો ઇંગ્લીશ દારૂ ભરી ઉભેલ છે. જેથી એલ.સી.બી.સ્ટાફે ઉના બસ સ્ટેન્ડમાં જઇ આરોપીઓ મનિષ ઉર્ફે ભગત મોહનભાઇ ચુડાસમા અને રોહીત રમેશભાઇ સોલંકી પાસે રહેલા કેરીના બોક્ષ સાથે પકડી પાડી કેરીના બોક્ષમાં તલાસી લેતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા બીયર ટીન જેમાં 4 બોટલ દારુ 23 ટીન બીયરના મળી આવતા બંને ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ઉના પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ,, 

મહત્વનું છે કે આ પૂર્વે એલ.સી.બી.ગીરસોમનાથ દ્વારા અગાઉ સોડા-શોપની વાન ગાડીના લોકેશનમાં થી તથા એમઝોન ઓનલાઇન પાર્સલમાં દીવમાંથી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યા બાદ દારૂની હેરાફેરીના વધુ એક કિમીયાને નિષ્ફળ બનાવેલ છે. સોડા-શોપની વાન તથા એમઝોન ઓનલાઇન પાર્સલમાં દીવમાં થી ઇંગ્લીશ દારૂની હેરાફેરીનો પર્દાફાસ કર્યા બાદ અવનવા કિમીયા અજમાવતા ઇસમોને કેસર કેરીના બોક્ષમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડવામાં પણ પોલીસને સફળતા મળી છે.