જામનગરમાંથી ઝડપાઈ ઘોડીપાસાની ક્લબ

4.40 લાખ રોકડ સાથે જુગારીઓ ઝડપાયા

જામનગરમાંથી ઝડપાઈ ઘોડીપાસાની ક્લબ
file image

Mysamachar.in-જામનગર

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેણાક મકાનમાં ચાલતા ઘોડી પાસાના જુગાર પર સ્થાનિક ગુન્હા શોધક શાખાએ રેઇડ કરી રોકડ 4,40,00, મોબાઈલ ફોન, ઘોડી પાસા મળી કુલ 4,75,000 ના મુદામાલ સાથે 12 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે, શંકરટેકરી રજાનગરમાં રહેતા અનવર ઉર્ફે અનુબાપુ તથા હબીબ ખફી બંને શખ્સૌ ભાગીદારીમાં રજાક ગુલમામદ ખફીના રહેણાંક મકાનમાં ઘોડી પાસાનો જુગાર રમાડે છે. તેવી હકિકત આધારે રેઇડ કરતાં ત્યાથી 12 શખ્સોના કબ્જા માથી રોકડ.4,40,000, મોબાઈલ 10 જેની કીમત 35,000 અને ઘોડી પાસા નંગ-2 મળી કુલ રૂ.4,75,000/- ના મુદામાલ સાથે 12 ઈસમોને પકડી પાડી તેમની ધરપકડ કરી જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. રેઇડ દરમ્યાન નાશી જનાર અનવર ઉર્ફે અનુબાપુ તથા રજાક ગુલમામદ ખફી રહે. જામનગર વાળાને ફરાર જાહેર કરેલ છે.

આ કાર્યવાહી ઇન્ચાર્જ પોઇન્સ કે.કે.ગોહીલ ની સૂચના થી પો.સ.ઇ આર.બી.ગોજીયા તથા એલ.સી.બી.સ્ટાફના જ્યુભા ઝાલા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ,નાનજીભાઇ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપ તલવાડીયા, અશ્વિનભાઈ ગંધા, ફિરોજભાઈ દલ, અશોકભાઈ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ખીમભાઇ ભોચીયા, હિરેનભાઇ વરણવા, લાભૂભાઇ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઇ ધાધલ, નિર્મળસિંહ બી જાડેજા, પ્રતાપભાઈ ખાચર, નિર્મળસિંહ જાડેજા, સંજયસિંહ વાળા, મિતેશભાઈ પટેલ, અજયસિંહ ઝાલા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીય, લખમણભાઈ ભાટિયા, ભારતીબેન ડાંગર, એ.બી,જાડેજા તથા અરવિંદગીરી વગેરે દ્વારા કરવામાં આવેલ છે.

રેઇડ દરમિયાન આ ઈસમો ઝડપાઈ ગયા...

-     હબીબ બોદુભાઈ ખફી 
-     ભાવેશભાઇ મહેશભાઇ હરવાણી 
-     જાવેદ ઉર્ફે જાવલો અલીમામદ બ્લોચ 
-     અમીર ફિરોજભાઈ સાટી 
-     સદામ મુસાભાઈ ખીરા 
-     દિનેશ મેરામભાઇ ધામેચા  
-     રવજી નારણભાઇ વાઘોણા 
-     અશોક ઉર્ફે મીર્ચી ખટાઉમલ મંગે
-     કાસમ જુમાભાઇ ખફી 
-     ફીરોજ કસમભા કુરેશી 
-     અલ્તાફ મામદભાઇ ઇદી 
-     ભરત ઉર્ફે ભીખો વજ્શીભાઇ ડાંગર