Mysamachar.in-જામનગર
જામનગરની જી.જી હોસ્પીટલના જુના બિલ્ડીંગમાં આવેલ ICCU વોર્ડમાં આજે બપોરના સુમારે એકાએક આગ ફાટી નીકળી આગ એટલે વિકરાળ હતી સમગ્ર હોસ્પિટલ પરિસર અને બહાર ધુમાડાના ગોટેગોટા નજરે ચઢતા હતા, આગ લાગતા જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી અને ચીફ ફાયર ઓફીસર કે.કે.બિશ્નોઈ તેની ટીમ સાથે તુરંત જ ઘટનાસ્થળ પર પહોચ્યા હતા તેવોએ સ્થળ પર પહોચ્તાની જ સાથે જ સ્થિતિનો તાગ ઝડપી મેળવી અને ચાલુ આગમાંથી 5 દર્દીઓને પોતે બહાર કાઢી સ્ટાફની મદદથી અન્યત્ર શિફ્ટ કરી દીધા હતા ભલે આ ચીફ ફાયર ઓફિસર અને ફાયરવિભાગની ફરજ છે પણ જયારે કોઈ અધિકારી કર્મચારી સારી કામગીરી કરે ત્યારે “માયસમાચાર” તેને ચોક્કસ બિરદાવે છે.
-હું પોતે અહીજ થોડાસમય પૂર્વે દાખલ હતો તે અનુભવના આધારે દર્દીઓને બહાર કાઢ્યા:કે.કે.બિશ્નોઈ
આજે મોટી દુર્ઘટના સહેજમાં ટળી ગઈ અને ત્યારે આ ઘટના અંગે ચીફ ફાયર ઓફીસર કે.કે.બિશ્નોઈએ માયસમાચાર સાથેની વાતચીતમાં કહ્યું કે થોડા સમય પૂર્વ હું બીમાર હતો ત્યારે આ ICCUમાં જ દાખલ હતો, એટલે અહીંની પરિસ્થિતિથી હું સારી રીતે વાકેફ હતો અને તેથી જ હું જેવો પહોચ્યો એટલે આમ તો અમારી ફરજના ભાગરૂપે મેં મારી જાણકારી મુજબ અંદર ઘુસી જઈ અને ફાયર અને અન્ય સ્ટાફની મદદથી પાંચ દર્દીઓને તો તુરંત જ બહાર કાઢી લીધા અને અમને આજે કઈક સારું કર્યાનો અહેસાસ પણ થયો છે.