રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓને લઈને મળી રહ્યા છે આ સમાચાર

તો આ તારીખે મતદાન....?

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓને લઈને મળી રહ્યા છે આ સમાચાર
symbolic image

Mysamachar.in-જામનગર

રાજ્યની છ મહાનગરપાલિકાઓ અને જીલ્લા પંચાયતોની ટર્મ પૂર્ણ થઇ ગઈ હોય વહીવટદાર શાશન લાગુ થઇ ચુક્યું છે, એવામાં હવે સૌને મન એક જ સવાલ છે કે ચુંટણી ક્યારે થશે...? પણ આ સવાલનો જવાબ સતાવાર રીતે હજુ સુધી રાજ્યચુંટણી પંચે જાહેર કર્યો નથી, અને આગામી થોડા દિવસોમાં રાજ્ય ચુંટણી પંચ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ માટેની તારીખો જાહેર કરશે, પણ તે પૂર્વે જે રીતે સુત્રોના હવાલેથી માહિતી મળી રહી છે તે પ્રમાણે 20મી જાન્યુઆરીની આસપાસ ચુંટણીઓ માંટેનું એલાન થઇ શકે છે,

જેમાં 6 મનપાની ચૂંટણી 15 થી 21 ફેબ્રુ.સુધીમાં યોજાશે જયારે 21મી ફેબ્રુઆરીએ મતદાન થાય તેવી શકયતાઓ છે, તો જાણવા એવું પણ મળી રહ્યું છે કે 6 મનપા, 81 નગરપાલિકાઓની એકસાથે ચૂંટણીઓ યોજાશે, જયારે બીજા તબક્કામાં પંચાયતોની ચૂંટણી 25 થી 28 ફેબ્રુ.ની વચ્ચે યોજાઈ શકે છે, તો મતગણતરી 2જી માર્ચે આસપાસ યોજાઈ તેવી શક્યતાઓ સુત્રો વ્યક્ત કરે છે, જો કે ચુંટણીપંચ સતાવાર જાહેરાત કરશે તે બાદ જ તારીખોનું ચિત્ર વધુ સ્પષ્ટ થઇ શકે તેમ છે.