રાત્રે ફટાફટ મોબાઈલ ટાવરમાં થી આ રીતે કરતાં ચોરી પણ અંતે પોલીસને હાથ આવી ગયા...

કુલ ૧૩ ચોરી કર્યાની કબુલાત

રાત્રે ફટાફટ મોબાઈલ ટાવરમાં થી આ રીતે કરતાં ચોરી પણ અંતે પોલીસને હાથ આવી ગયા...

mysamachar.in-જામનગર

જામનગર આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ મોબાઈલ કંપનીઓના ટાવરો મા થી કીમતી એવા કેબલની ચોરી થઇ રહ્યાની મોટી ફરિયાદો ઊઠવા પામી હતી અને જેને પગલે પોલીસ પણ સતર્ક બનીને મોબાઈલટાવરમાં થી કેબલ ચોરી કરવા પાછળ કોંઈ ગેંગ સક્રિય હોવાની આશંકાએ બાતમીદારો મારફતે વોચ ગોઠવી ને બેઠી હતી એવામાં જામનગર ની પંચકોશી બી ડીવીઝન પોલીસને સફળતા મળી છે,અને લોઠીયા ગામની સીમમાં થી ચોરીનો માલ લેનાર સહીત પાંચ ઇસમોને ઝડપી પાડ્યા છે,

પોલીસે ઝડપી પાડેલ આરોપીઓની પૂછપરછ દરમિયાન ઝડપાયેલ ઇસમો તેમજ તેમની સાથેના સાગરીતો એ મળી ને જામનગરના અલગ અલગ વિસ્તારો જેવા કે ગોકુલનગર,ખોડીયારકોલોની,પાણખાણ, તો ફલ્લા,ધુતારપુર,મીઠોઇ સહિતના ગ્રામીણ વિસ્તારોમા રાત્રીના સમયે અલગ અલગ વાહનોમાં જઈ અને તકનો લાભ લઈને મોબાઈલ ટાવરમાં લાગેલ વાયરો ને એક ખાસ પ્રકારના કટર વડે ફટાફટ કાંપી નાખી અને તેની ઉપરનું પ્લાસ્ટિક બાળી નાખ્યા બાદ અંદરથી નીકળતી ધાતુનું વેચાણ કરી નાખતા હોવાનું સામે આવ્યું છે,

પંચબી પોલીસે ઝડપી પાડેલ આરોપીમાં થી એક મુદામાલ લેનાર રીસીવરનો પણ સમાવેશ થાય છે,અને આ ગેંગ એ અત્યારસુધીમાં જામનગર જિલ્લામાં ૧૦,દ્વારકા,મોરબી અને કચ્છ મા એક એક એમ કુલ મળીને ૧૩ મોબાઈલ ટાવરમાં ચોરી કર્યાની કબુલાત આપી છે,પોલીસે ૧૩ ચોરીઓનો ભેદ ઉકેલી પોણા બે લાખનો મુદામાલ કબજે કરી અને આ ગેંગમાં સંડોવાયેલ અન્ય શખ્સો ને ઝડપી પાડવા કવાયત તેજ કરી છે,

૧૩ ચોરીનો ભેદ ઉકેલવાની આ કામગીરી પંચ બી પોલીસ મથકના પીએસઆઈ એમ.આંર.વાળા સ્ટાફના કિશોરભાઈ રાઠોડ,શોભરાજસિંહ જાડેજા,પદુભા જાડેજા,કરણસિંહ જાડેજા,સુરેશભાઈ ડાંગર સહિતના સ્ટાફએ કરી હતી.