ભૂગર્ભ ગટર શાખાની ઉદારતા ફાઈનલ બીલ પૂર્વે બેંક ગેરેંટી છૂટી કરવાનો થનગનાટ શા માટે ભાઈ

વર્ષોથી ચાલતો ભૂર્ગભ ગટરનો પ્રોજેક્ટ પૂર્ણ જ નથી થતો

ભૂગર્ભ ગટર શાખાની ઉદારતા ફાઈનલ બીલ પૂર્વે બેંક ગેરેંટી છૂટી કરવાનો થનગનાટ શા માટે ભાઈ

Mysamachar.in-જામનગર

જામનગર મહાનગરપાલિકામાં ભૂગર્ભ ગટરનો પ્રોજેક્ટ વર્ષોથી ચાલી રહ્યો છે, દિવસે ને દિવસે તેની પ્રોજેક્ટ કોસ્ટ વધતી જાય છે, પણ કામ કેમ પૂર્ણ થતું નથી કે થવા દેવામાં નથી આવતું તે તપાસનો વિષય તો છે જ... ઉપરાંત વર્ષ 2018-19ના ઓડીટ અહેવાલમાં નજર કરવામાં આવતા ભૂર્ગભ ગટર શાખાની ગંભીર ક્ષતિઓ છતી થવા પામી છે, જેમાં એક મેમો આપ્યાની વિગતો પર નજર કરવામાં આવે તો જેમાં ઓડીટ મૅમાં નંબર :107,તારીખ :30-3-19 ફાઈલની નોંધની વિગતો મુજબ પાર્ટી દ્વારા પેમેન્ટ સબંધે જુદા જુદા વાંધાઓ લઈ કરવાના રહેતા બીલ તથા એમ. લી. માં પાર્ટી દ્વારા સહિ સિકકા કર્યા વગર બિલો રજુ કરાતા ભવિષ્યે કોઇ લીટાગેશન કે આર્બિટ્રેશનનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે આ અંગેનો લિગલ અભિપ્રાય મેળવી રજુ કરવા જણાવવા ઉપરાંત..

-પી.એફ અને ઇ.પી.એફ. સબંધે પાર્ટીની ડીપોઝીટ કપાત કરવામાં આવેલ હોય, પરંતુ ખરેખર પાર્ટીએ આ અન્વે સરકારમાં કેટલી રકમ જમા કરવાની રહે છે જેની વિગતો મેળવી કપાત કરાવેલ ડીપો. સાથે સરભર થાય છે કે કેમ ? જે અંગે ખાતા અધિકારીના સ્પષ્ટ અભિપ્રાય સાથે રજુ કરવા ટકોર કરવામાં આવી છે,

-ખાતાના સર્ટી મુજબ કામની સમય મર્યાદા તા. 31-3-2016 ના પુર્ણ થઇ ગયેલ હોય જયારે ઓડીટ બીલો તા. 20-3-2019 યાને કે ત્રણ વર્ષ બાદ રજુ કરાતા હોય જે અંગે સમગ્ર હકીકત સાથે કમિશ્નરના ધ્યાને મુકી બહારી મેળવી ઓડીટ વિભાગમાં રજુ કરવા

-આ તે કેવું ગંભીર કહેવાય...

આ અહેવાલમાં ઓડીટર દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું છે કે કોઇપણ જાતની સક્ષમ સતાની મંજુરી વગર પાર્ટીના ફાઇનલ બિલ પહેલા પાર્ટીની બેંક ગેરેન્ટી છુટી  કરવા સબંધે સ્પષ્ટતા કરી કમિશ્નરના ધ્યાને મુકી બહાલી મેળવી રજુ કરવા અંગેનું ધ્યાનસૂચક અને ગંભીર કહી શકાય તેવો મુદ્દો પણ સામે આવ્યો છે.

-તો તત્કાલીન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પણ...

ભુગર્ભ ગટર શાખા અન્વયે 900-1600 એમ.એમ.ડાયાની મેઈન ટ્રંકલાઈનના કામ અંગે આર્બીટેશનના પ્રશ્ન અંગે ત્રણ વર્ષ બાદ ફાઈનલ બિલ બનાવવા પાર્ટીની બેંક ગેરંટી વહેલી છુટી કરી દેવા અંગે જણાવેલ છે. જે અંગે વિગતવાર પૂર્તતા સાથેનો રીપોર્ટ ઓડીટમાં રજુ કરવાનો રહેશે.