Mysamachar.in-અમદાવાદ
જયારે તસ્કર ટોળકીઓ ઝડપાય ત્યારે તેની અલગ અલગ મોડસ ઓપરેન્ડી સામે આવતી હોય છે, એવામાં અમદાવાદનાં જુદા-જુદા વિસ્તારોમાં મકાનમાંથી માત્ર રાધણ ગેસના બાટલાની ચોરી કરનાર બે આરોપીની પોલીસે ઝડપી પાડ્યા છે, ઝડપાયેલા બન્ને તસ્કરો કોઈના ઘરમાંથી કિંમતી ચીજવસ્તુઓ નહીં પરંતુ ગેસના બાટલાની ચોરી કરતા હતા. કારણ કે પોલીસ તેમને પકડી ન શકે પરંતુ પેટ્રોલીંગ કરી રહેલી રામોલ પોલીસને શંકા જતા બંને આરોપીઓનો ભાંડો ફૂટી ગયો અને રાંધણગેસના બાટલાની ચોરીનો ભેદ ઉકેલાયો છે. રામોલ પોલીસે ચોરીના રાંધણ ગેસના 31 જેટલા બાટલા જપ્ત કર્યા છે. જ્યારે 20 જેટલી બાટલાની ચોરીનો ભેદ ઉકેલ્યો છે.
પકડાયેલા બંને આરોપીમાં ગુરુનાથ ઉર્ફે રાજુ પાર્ટી અને વિક્રમ પટણીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસથી બચવા માટે ગુરુનાથએ ગેસના બાટલા ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી શરૂ કરી હતી. અને વિક્રમે પણ તેનો સાથ આપતા ચોરીનો સિલસિલો શરૂ થયો હતો. બંને આરોપીઓ ગેસના બાટલાની ચોરી કર્યા બાદ રાંધણ ગેસના બાટલાની ડિલિવરી કરનાર વ્યક્તિઓનો સંપર્ક કરતા હતા. અને બ્લેકમાં બાટલા વેચી મારતા હતા.