ચા ની દુકાનમાં ગેસનો બાટલો ફાટતા મચી ગઈ અફરાતફરી

સદનસીબે આગ ઓલવાઈ ગઈ...

ચા ની દુકાનમાં ગેસનો બાટલો ફાટતા મચી ગઈ અફરાતફરી

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના હરિપર ગામે ઝાપામાં આવેલ એક ચા ની હોટેલમાં આજે સવારે ગેસનો બાટલો ફાટતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી, ગેસનો બાટલો ફાટતા ચા ની દુકાન તેમજ બાજુમાં આવેલ એગ્રોની દુકાનમાં પણ આગ ભભૂકી ઉઠતા ચીજવસ્તુઓ બળીને ભસ્મીભૂત થઇ ગઈ હતી, જાણવા મળતી વિગતો પ્રમાણે હસુભાઈ જેઠાભાઇ સોનગરા નામના વ્યક્તિની દુકાનમાં ગેસનો બાટલો ફાટતા આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા એક તબક્કે સૌના જીવ તાળવે ચોટી ગયા હતા, ચા બનાવતી વખતે ગેસના બાટલામાં આગ લાગતા ચાર વ્યક્તિઓ સામાન્ય દાજી ગયા હોય તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે, તો આગ લાગતા આસપાસના સ્થાનિકોએ સાથે મળી પાણી દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો હતો.