તાલીમ અને ડીગ્રીનું  બનાવટી સર્ટી બનાવતી ગેંગ ઝડપાઈ શું થયા ખુલાસા

દેવભૂમિ દ્વારકા એસઓજી ટીમને મળી સફળતા

તાલીમ અને ડીગ્રીનું  બનાવટી સર્ટી બનાવતી ગેંગ ઝડપાઈ શું થયા ખુલાસા

My samachar.in:-દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સુચના તથા માર્ગદર્શન મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ દરિયાઈ માર્ગેથી સંભવિત ભયને પહોંચી વળવા તેમજ દરિયામાં કે દરિયાકાંઠા વિસ્તારમાં કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાય તેની તાત્કાલીક માહિતી મળે અને દરિયાઈ સુરક્ષા વધુ મજબુત બને તે અંગે એસ.ઓ.જી.દેવભૂમિ દ્વારકાના પોલીસ ઈન્સપેકટર જે.એમ.પટેલ સહિતની ટીમે જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ..

જે અનુસંધાને એસ.ઓ.જી.ટીમના પોલીસ કોન્સ, ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ જાડેજા તથા મહાવિરસિંહ બળવંતસિંહ ગોહીલને ખાનગીરાહે બાતમી હકિક્ત મળેલ કે, અત્રેના જિલ્લા ખાતે ચાલતી બોટ, ટગ, બાર્જમાં ઉંચા પગારેથી નોકરીએ રહેવા માટે અમુક માણસો પોતાનું કમીશન વસુલી ફર્સ્ટ/સેકન્ડ માસ્ટર, એન્જીન ડ્રાઈવર માટેના અલગ અલગ ઈન્સ્ટીટ્યુટના બનાવટી સર્ટીફીકેટ બનાવે છે અને સર્ટીફીકેટ બનાવવા ઈચ્છતા ઈસમો પાસેથી મોટી રકમ પડાવે છે તેવી માહિતી બાદ જામ ખંભાળીયા, રામ કૃપા હોટલની સામેથી જુમાભાઈ જુસબભાઈ મુંડરાઈ રહે.બેડી, જોડીયા ભુંગા, જુમ્મા મસ્જીદની બાજુમાં, જામનગરવાળાને કુલ-13 સર્ટીફીકેટ સાથે પકડી પાડેલ અને કબ્જે કરેલ સર્ટીફીકેટની ખરાઈ કરાવતા કબજે કરવામાં આવેલ તમામ 13 સર્ટીફીકેટ બનાવટી હોવાનું જણાયેલ હતું..

જેથી બનાવટી સર્ટીફીકેટ બનાવનાર ઈસમો જૂમાભાઈ, જુસબભાઈ મુંડરાઈ, રહે.બેડી, અબ્દુલભાઈ આદમભાઈ મુંડરાઈ, રહે.બેડી, અસગરભાઈ કાસમભાઈ ચગડા, રહે.બેડી, અસરફભાઈ અબ્બાસભાઈ સુરાણી રહે.જોડીયા ભુંગા, અમિતભાઈ રહે.પટના, બિહાર વાળા વિરૂધ્ધમાં જામ ખંભાળીયા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર. ગુન્હો રજી.કરાવેલ વધુ તપાસ દરમ્યાન અલગ અલગ ઈન્સ્ટીટ્યુટમાં બનાવટી સર્ટી બનાવવાના કારણ સબંધે તપાસ કરતા આ તમામ ઈસમોએ ખાનગી કંપનીઓની બોટાબાર્જટગમાં તથા મરીન ઈન્ટરસેપ્ટર બોટમાં ફર્સ્ટ/સેકન્ડ માસ્ટર, ફર્સ્ટ/સેકન્ડ એન્જીન ડ્રાઈવર તરીકે નોકરી કરવા તથા ઉંચા પગાર મળે તે સારૂ સર્ટી બનાવતા હોવાની હકીકત ધ્યાને આવેલ છે..

ઉંડાણપૂર્વકની તપાસ કરતા અલગ અલગ રાજયની અલગ અલગ ઈન્સ્ટીટ્યુટમાં દેવભૂમિ દ્વારકા-03(ઓખા-2, સલાયા-1), પોરબંદ2-06, જામનગર-13, જાફરાબાદ-04, સુરત-02 મળી કુલ-28 વ્યક્તિઓએ બનાવટી સર્ટીફીકેટ બનાવેલ છે અને અલગ અલગ બોટ/ટગ/બાર્જમાં નોકરી કરવા સારૂ બનાવટી સર્ટીફીકેટ આ ગુન્હાના મુખ્ય આરોપી. અમિતકુમાર રહે.પટના, બિહારવાળા મારફતે બનાવેલ છે જેના બદલે એક સર્ટીફીકેટના રૂ.22,500/-થી લઈને રૂ.80,000/- સુધીના નાણાની ચુકવણી બેંક મારફતે કરવામાં આવેલ છે.ગુન્હાના મુખ્ય આરોપી અમિતકુમાર રહે.પટના વાળાએ પોતાના અંગત ફાયદા માટે સંખ્યાબંધ બનાવટી સર્ટીફીકેટ બનાવી આપેલ હોવાની શક્યતાને નકારી શકાય તેમ ન હોય જેથી તે બાબતે વધુ તપાસ થવા સારૂ તથા અલગ અલગ ઈન્સ્ટીટ્યુટ ખાતે જાણ થવા સારૂ નાયબ પોલીસ મહાનિરીક્ષક, દરિયાઈ સુરક્ષાની કચેરી, ગુ.રા., ગાંધીનગરની મદદ લેવામાં આવેલ છે..

બનાવટી સર્ટીફીકેટ બનાવનાર ગેંગને પકડી પાડવાથી બનાવટી મરીન ફર્સ્ટ/સેકન્ડ માસ્ટરના સર્ટીફીકેટ આધારે બોટટગ/શીપમાં માસ્ટર તરીકે સોપવમાં આવતી મહત્વની ફરજને ધ્યાને લેતા જે વ્યક્તિએ તાલીમ લીધેલ જ ન હોય તેમજ કોર્ષ કરેલ જ ન હોય જેથી માસ્ટરની ફરજથી અજાણ હોય તેથી દરિયાઈ સફર દરમ્યાન બોટાગાશીપમાં સવાર માણસોની જિંદગી જોખમાય તેમજ બોટ/ટગાશીપમાં લાદવામાં આવતા કિંમતી માલને નુકશાની તથા દરિયાઈ અકસ્માત થતા અટકાવવામાં અસરકારક છે તેમજ જેમણે ખરેખર મરીન ફર્સ્ટસેકન્ડ માસ્ટર તરીકેની તાલીમ મેળવી, કોર્ષ કરેલ હોય તેવા વ્યક્તિઓની નોકરી જગ્યાઓએ ખોટા મરીન સેકન્ડ માસ્ટરના સર્ટી બનાવનાર નોકરી મેળવી લે તેવી શક્યતાને નકારી શકાય તેમ ન હોય બનાવટી સર્ટી બનાવનાર ઈસમોને પકડી પાડવાથી શિક્ષીત બેકારી ઘટશે.