પાર્ક કરેલ કરેલ કારને ટાર્ગેટ બનાવી ચોરીને અંજામ આપતી ગેંગ ઝડપાઈ, આવી છે મોડસ ઓપરેન્ડી

વધુ કેટલાક ગુનાહોનો ભેદ ઉકેલાય તેવી પણ શક્યતાઓ

પાર્ક કરેલ કરેલ કારને ટાર્ગેટ બનાવી ચોરીને અંજામ આપતી ગેંગ ઝડપાઈ, આવી છે મોડસ ઓપરેન્ડી

Mysamachar.in-નડિયાદ

ગિલોલથી ગાડીઓના કાચ તોડવા, ગાડીના બોનેટ ઉપર ઓઇલ ફેંક્વું, રસ્તા ઉપર પૈસા ફેંકી માણસોનું ધ્યાન અન્ય તરફ દોરવું, ગાડીનો દરવાજો લોક કરતાં પહેલાં દરવાજો થોડો ખોલી નાંખવો આ તમામ મોડસ ઓપરેન્ડીઓ વાપરી અને ચોરીને અંજામ આપતી નાયડુ ગેન્ગના 5 શખ્સોને નડીયાદ પોલીસે ઝડપી પાડતા કેટલાય ગુન્હાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે, નડિયાદમાં તાજેતરમાં ધોળા દિવસે ભર બજારમાં તસ્કરોએ પાર્ક કરેલી કારના કાચ તોડી કારમાંથી લેપટોપની ચોરી કરી ફરાર થઈ ગયા છે. ઝડપાયેલ આ ગેંગએ ખેડા આણંદ સહિત વિવિધ જિલ્લામાં ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે 12 જેટલી ચોરીના ભેદ ઉકેલ્યા છે જયારે વધુ કેટલાક ગુન્હાઓનો ભેદ ઉકેલાઈ તેવી પણ શક્યતાઓ છે,

પોલીસે સી.સી.ટી.વી ફુટેજ આધારે ફુટેજમાં દેખાતાં ઇસમોની તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં હતા તે દરમિયાન આ ગેંગનો પત્તો લાગી ગયો હતો. પોલીસે આ ગેંગના 5 સાગરીતોને પકડી પાડયા છે. પોલીસે બાતમીના આધારે કિડની હોસ્પિટલથી રીલાયન્સ માર્ટ તરફ જતાં શકમંદ જણાતાં 5 વ્યક્તિઓને રીક્ષામાં બેસતાં હતા તે દરમિયાન કોર્ડન કરી પકડી લીધા હતા. પોલીસે આ તમામ ઈસમોની અટકાયત કરી એક લેપટોપ તથા રોકડ રૂપિયા 62 હજાર 500 કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.