Mysamachar.in-જામનગર, દેવભૂમિ દ્વારકા
સમગ્ર હાલારમાં નાનાથી મોટા અનેક ઉદ્યોગોકાર્યરત છે અને આ ઉદ્યોગો રોજગાર અને અર્થતંત્ર માટે મહત્વના પુરવાર થઇ રહ્યા છે,.ત્યારે લગત સરકારી વિભાગોના અમુક કર્મચારીઓ અધીકારીઓલેબર…સેફટી…પરવાના….લાયસન્સ…..પ્રદુષણ…..જુદી જુદીમંજુરીઓ…કન્સ્ટ્રક્શન …જુદા જુદા વેસ્ટ….રીન્યુઅલ….હિસાબ….પ્રોડક્શનપ્રોસેસ…. સહિતના મુદે કંઇ ને કંઇ ખામીઓ કાઢી ” લાભ ” મેળવવાનો મોકોજવા દેતા નથી… જેથી અમુક કારખાનેદારોને મજબુરીથી છટકબારીનો રસ્તોઅપનાવવો પડે છે અને બધુ જ યોગ્ય હોવા છતા કંઇક નેકંઇક ભોગ ધરાવવા તૈયાર થઇ જાય છે, બીજી તરફ અમુક મોટા ઉદ્યોગો લગત વિભાગોનેતેઓની તરફેણમા રિપોર્ટ બનાવવા મજબુર પણ કરી શકે તેવી ક્ષમતા ધરાવતા હોવાની ચર્ચાથાય છે હા તેના બદલે લગત વિભાગોના અમુક અમુક ને નિયમિત રીતે કે ચોક્કસ પ્રસંગેસારી રીતે રાજી પણ કરતા રહે છે
આમ તપાસણી…નોટીસ….ક્લોઝર….વગેરે મુદેબાંધછોડ કરવા માટે ખેલ પડતા હોઇ અમુક વિભાગો માટે હાલારના ઉદ્યોગો મલાઇ સમાન સાબિત થઇ રહ્યાનુ જાણકારોમાંચર્ચાય છે આવા મલાઇ ખાનારાઓમાંથી કોઇ જુજ જ ક્યારેક જ ઝપટમાં આવતા હોય છે બાકીમોટા ભાગના તો મૌજ જ કરે છે હવે કોને ખબર આવા તમામ મોજ માણનારાઓની યાદી ચબરાકોદ્વારા છે…..ક ઉપર પહોંચી હોય અને કદાચ કોઇ મોટી તપાસમાં આવા ઝપટે ચડી જાય તોનવાઇ નહી તેવી શક્યતા નકારી શકાતી નથી હા બચતા રહેનારાઓ પણ કંઇક એવુ અખત્યાર કરતાહશે કે સલામત રહી શકે તે શક્યતા પણ હાલના સમયમાં નકારી શકાય તેમ નથી.