રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી જુગાર રમવા અહી પહોચતા હતા જુગારીઓ

પોલીસે હોટેલમાં દરોડો પાડીને લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી જુગાર રમવા અહી પહોચતા હતા જુગારીઓ

Mysamachar.in-બનાસકાંઠા

તાજેતરમાં જ સુરતમાં બે માળમાં ધમધમતા જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડીને  80 થી વધુ જુગારીઓને લાખોની મતા સાથે ઝડપી પાડ્યા હતા, ત્યાં જ વધુ એક મોટા જુગારધામનો પોલીસે પર્દાફાશ કર્યો છે, ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં  જુગારીઓ પકડાયા છે. માઉન્ટઆબુની હોટલ લાસામાં જુગાર રમતાં 22 ગુજરાતીઓ ઝડપાયા છે. માઉન્ટ આબુ પોલીસે બાતમીના આધારે રેડ કરી હોટલના રૂમમાં જુગાર રમતાં 22 જુગારીઓ પકડ્યા છે..

જેમની પાસેથી 2,63,000 રૂપિયા રોકડા અને 5,18,000 રૂપિયાના ટોકન જપ્ત કર્યાં છે. પોલીસે જુગારના સાહિત્ય અને 25 મોબાઇલ અને 5 લક્ઝુરિયસ કાર પણ જપ્ત કરી છે. માઉન્ટઆબુ પોલીસે 22 જુગારીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. સિરોહી એસપીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરાઈ હતી. જેમાં મોટાભાગના આરોપીઓ ગુજરાતી આરોપીઓ છે. આ ગુજરાતીઓ ગોઝારીયા, રાજકોટ કલોલ, અંબાજી, લાંઘણજ દ્વારકા, અમદાવાદ, દિયોદર, પાંથાવાડા, પાલનપુરના હોવાનું તપાસમાં ખૂલ્યું છે.