બ્લડ ગ્રૂપીંગ તથા હિમોગ્લોબીન ચેક કરવા યોજાશે વિનામુલ્યે કેમ્પ

તનિષ્ક જામનગરના સહયોગથી આયોજન

બ્લડ ગ્રૂપીંગ તથા હિમોગ્લોબીન ચેક કરવા યોજાશે વિનામુલ્યે કેમ્પ

mysamachar.in-જામનગર:

શ્રી સિદ્ધિ વિનાયક દાદાના આશીર્વાદ તેમજ તનિષ્ક-જામનગરના સહયોગથી શ્રી સિદ્ધિ વિનાયક મંદિરમાં બ્લડ ગ્રૂપીંગ તથા હિમોગ્લોબીન(એચ.બી.)ચેક કરવા માટે કેમ્પનું વિના મૂલ્યે આયોજન તા.૧૬-૯-૨૦૧૮,રવિવારના રોજ કરવામાં આવેલ છે,

આ કેમ્પનું આયોજન કરવા પાછડનો મુખ્ય ઉદેશ ઘણા લોકોને  પોતાના બ્લડ-ગ્રૂપની માહિતી નથી હોતી,તેમજ હિમોગ્લોબિનના પ્રમાનનો પણ ખ્યાલ હોતો નથી,ખાસ કરીને મહિલાઓમાં હિમોગ્લોબિનની ઉણપ જોવા મળે છે લોકોમાં બ્લડ ગ્રુપ અને હિમોગ્લોબીન પ્રત્યેની જાગૃતિ લાવવા માટે તનિષ્ક-જામનગરના સહયોગથી વિના મૂલ્યે વિનાયક પાર્ક અને શક્તિ પાર્કના રહેવાસીઓ માટે આ કેમ્પનું આયોજન કરવાં આવેલ છે,

આ કેમ્પમાં ભાગ લેવા ઇચ્છુક ૧૮ વર્ષથી વધુ ઉમરની વ્યક્તિઓએ પોતાના નામ પૂજારી શ્રી સિદ્ધિ વિનાયક મંદિર,ગરબી ચોક,જામનગર. વિશ્વંભરી જનરલ સ્ટોર્સ,વિનાયક પાર્ક,શેરી નં.૧,જામનગર. ખાતે નોંધાવી દેવા,

આ કેમ્પ તારીખ ૧૬-૦૯-૨૦૧૮,રવિવારના રોજ શ્રી સિદ્ધિ વિનાયક મંદિર,ગરબી ચોક,વિનાયક પાર્ક,જામનગર ખાતે સવારે ૯:૦૦ થી બપોરે ૧૨:૦૦ દરમ્યાન યોજાશે.