Mysamachar.in-જામનગર:
ગત ડીસેમ્બર 2021 જામનગર સીટી સી ડીવી એક ગુન્હો ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હામાં આરોપી મોહિત ઉર્ફે વિવેક પરમાર તથા જતીન પાલાના રહેઠાણ ઉપરથી એકસીસ બેન્ક, આઇ.સી.આઇ.સી.બેન્ક એચ.ડી.એફ.સી.બેન્ક, યસ બેન્ક તથા એકસીસ બેન્કના જુદી-જુદી વ્યકિતઓના નામના એ.ટી.એમ ડેબીટ કાર્ડ કુલ-30 તથા ચેક બુક કુલ 29, તથા રબર સ્ટેમ્પ કુલ-2 તથા મોબાઇલ તથા સીમકાર્ડ અલગ-અલગ કંપનીના કુલ-6 મળી આવેલ બાદમાં વધુ તપાસ દરમીયાન કુલ બે મહિનામાં સાત કરોડનું ટ્રાન્ઝેક્શન જુદી-જુદી બોગસ પેઢીમાં બેનામી અને બે હિસાબી થયેલ હોવાનું સામે આવ્યું હતું,
આ ગુન્હામાં ભારત સરકારના ટૅકસથી બચવા નાણા આંગડીયા પેઢી દ્વારા નાઇઝીરયન નાગરીકને ટ્રાન્સફર કરવામાં આવેલ હોવાનું ખુલવા પામતા આરોપી નાઇઝીરીયન નાગરી રાફેલ અડ્રેડવો ઈન્કા તથા અન્ય ચાર ઇસમોને ગુન્હાના કામે અટક કરેલ હોય આ ગુન્હાના કામે નાસ્તા ફરતા નાઇઝીરયન ગેંગના સભ્યોને પકડવા માટે ટીમો કાર્યરત હતી તે દરમિયાન ખાનગી રીતે બાતમી મળેલ કે આ ગુન્હાનો એક આરોપી મલખાનસિંગ રાજબહાદુરસિંગ ચૌહાણ હાલ રહે અમદાવાદ મૂળ ઉત્તરપ્રદેશના અર્જુનપુરગામ તભોગાવ જી મેનપુરી વાળો પોતાના ઘરે અમદાવાદ આવેલ હોય જેથી ટીમ બનાવીને આ શખ્સને અમદાવાદ ખાતેથી પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ છે.