સસ્તામા સોનું આપવાની લાલચે છેતરપીંડી કરતી ગેંગ આવી સકંજામાં..

તમે પણ ચેતજો...

સસ્તામા સોનું આપવાની લાલચે છેતરપીંડી કરતી ગેંગ આવી સકંજામાં..

Mysamachar.in-સુરત:

તમને કોઈ કહે સસ્તાભાવે સોનું લેવું છે,તો સ્વાભાવિક તમે લાલચમાં આવી અને એ સોનું લેવા તરફ વળશો પણ શું ખરેખર આવું હોય શકે ખરા..?સુરત પોલીસે એક એવી ગેંગને ઝડપી પાડી છે,જે સસ્તા ભાવમાં સોનું વેંચવાનું કહીને લોકો સાથે છેતરપિંડી કરતી હતી.લોકોને સસ્તું સોનુ આપવાની લાલચ આપી આ ટોળકી લાખો રૂપિયા લઈ ભાગી જતા ફરિયાદ નોંધાઈ  હતી.

DCB એ પકડી પાડેલી આ ટોળકીની તપાસમાં સુરતના રાંદેરમાં થયેલ ૨૩ લાખની છેતરપિંડીનો ભેદ પણ ઉકેલવામાં સફળતા મળી છે.DCB પોલીસે ગેંગના ૧૦ શખ્સોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.ઝડપાયેલા આંતરરાજ્ય ગેંગમા કર્ણાટક,એમ.પી અને ગુજરાતના શખ્સોનો સમાવેશ થાય છે,પોલીસને આશા છે કે વધુ કેટલાક છેતરપીંડીના ગુન્હાઓનો ભેદ પણ ગેંગ હાથ લાગતા ઉકેલાઈ જશે.