બેંક સાથે છેતરપીંડી, નકલી દાગીના મૂકી 1 કરોડ ઉપરાંતની ગોલ્ડ લોન મેળવી 

25 સામે નોંધાઈ ફરિયાદ, બોલો બેંકને પણ ચૂનો ચોપડી ગયા 

બેંક સાથે છેતરપીંડી, નકલી દાગીના મૂકી 1 કરોડ ઉપરાંતની ગોલ્ડ લોન મેળવી 
file image

Mysamachar.in:રાજકોટ

આજના સમયમાં છેતરપીંડીના કિસ્સાઓ ખુબ વધી ચુક્યા છે, ત્યારે સૌરાષ્ટ્રના રાજકોટમાં સામે આવલે એક ઘટના અને તે બાદ થયેલ પોલીસ ફરિયાદ વિચારતા કરી દે તેવી છે, વાત એવી છે કે SBI બેંકમાં નકલી સોનાના દાગીના મુકી રૂ.1.83 કરોડની ગોલ્ડ લોન મેળવી બેંક સાથે ફ્રોડ કરતા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે. જેમાં બેંક વેલ્યુઅરે સહિત 25 લોકોએ SBIની અલગ અલગ બ્રાન્ચમાં બનાવટી દાગીનાને અસલી ઠરાવી બેંક સાથે છેતરપીંડી આચર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે

પ્રાપ્ત વિગતો અનુસાર SBI બેંકના રિજિયોનલ મેનેજર રોમેશ કુમારે એ ડિવિઝન પોલીસ મથકમાં બેંકની અલગ અલગ બ્રાન્ચમાં રૂ.1.83 કરોડની છેતરપિંડી થયાની ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે SBIની જાગનાથ પ્લોટમાં આવેલી બ્રાન્ચ અને ટાગોર રોડ પર આવેલી આર.કે.નગર શાખામાં બેંક વેલ્યુઅર ધવલ ચોકસી સહિત 25 લોકોએ અલગ અલગ ખાતામાં ખોટા સોનાના દાગીના ગીરવે મૂકી તેને ખરા દાગીનાનું પ્રમાણપત્ર આપી બદલામાં કુલ રૂ.1.83.98.600 લાખની ગોલ્ડ લોન લઇ બેંક સાથે છેતરપિંડી આચરી છે. હાલ આ મુદ્દે એ ડિવિઝન પોલીસ મથક દ્વારા ફરિયાદ દાખલ કરી તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.