વિદેશ જવાની લાલચે શિક્ષિકા અને વિદ્યાર્થીઓએ 61 લાખ ગુમાવ્યા

વર્ક વિઝાના નામે છેતપીંડિ

વિદેશ જવાની લાલચે શિક્ષિકા અને વિદ્યાર્થીઓએ 61 લાખ ગુમાવ્યા
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-સુરતઃ

વિદેશમાં સ્થાઇ થવાની લાલચે શિક્ષિકા અને વિદ્યાર્થીઓએ લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. પાલનપુર સ્થિત પોલીમેથ ઓવરસીઝ એજ્યુકેશનના સંચાલિકાએ વિદેશમાં વર્કવિઝા મેળવવા સુરત અને પંજાબના કેટલાક શખ્સોની વાતમાં આવીને 61.90 લાખ રૂપિયાનું રોકાણ કર્યું પરંતુ છેતરપીંડિનો ભોગ બની ગયા. પોલીમેથ ઓવરસીઝ એજ્યુકેશન સેન્ટર કલાસીસના 17 જેટલા વિદ્યાર્થીઓને મકાઉ, સિંગાપોર સહિત ત્રણ દેશોના વર્કવિઝા અપાવવાના નામે સુરતના વરાછામાં રહેતા મેહુલ વિનોદરાય રોજીવાડિયા, મીલાપ મેંદપરા, જશુરબેન રાહુલ અને પંજાબમાં રહેતા રાજેકુમાર ઉર્ફે રાજે મળીને કુલ રૂપિયા 61.90 લાખ મેળવી વર્ક વિઝા નહીં આપી છેતપપિંડી કરી છે. શકમંદ આરોપી મેહુલ અને મિલાપ ઘોડદોડરોડ વેસ્ટફિલ્ડ કોમ્પલેક્સમાં મી. એડવાઈઝર તરીકે ઓફિસ ધરાવતા હતા. વર્ષાબહેન ગુલવાનીએ સુરતના ઉમરામાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.