પચાસ-પચાસ હજાર કાઢી લઈને ૫૦ લાખની કરી ઉચાપત

મુંબઈની C.M.S. કંપનીમાં કરતો નોકરી 

પચાસ-પચાસ હજાર કાઢી લઈને ૫૦ લાખની કરી ઉચાપત

Mysamachar.in-જામનગર:

મુંબઈની C.M.S. કંપની સાથે ૫૦ લાખ જેટલી ઉચાપત કરનાર એક શખ્સને જામનગર એસઓજી ટીમે ઝડપી પાડ્યો છે, એસઓજીને બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના સાવલી જીલ્લામાં આવેલ C.M.S. કંપનીમાં નોકરી કરતા હિતેશ સતવારાએ કંપની સાથે મોટી રકમની ઉચાપત કરેલ હોય અને તેના વિરુદ્ધ સાવલી શહેર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હો નોંધાયા બાદ આરોપી ઘણા સમયથી નાશતો ફરતો હોય અને હાલ જામનગર નવા આવાસના મેઇન ગેઇટ સામે આવેલ રાજમોતી સોસાયટીમાં રહેવા આવેલ છે, તેવી માહિતી જામનગર એસઓજી ને મળી હતી,

માહિતી મળતા જ એસઓજીની ટીમ પણ ત્યાં પહોચી હતી, અને હિતેશ નરશંગભાઇ પટેલ (કણજારીયા) ને પકડી પૂછપરછ કરતા મજકુર ઈસમે C.M.S. કંપની સાથે રૂપીયાની ઉચાપત બાબતે પૂછતાછ કરતા પોતે કંપનીમાં બારેક વર્ષથી નોકરી કરતો હોય અને કંપની દ્વારા એટીએમમાં પૈસા ભરવા જતો ત્યારે એટીએમમાં પૈસા ભરતી સમયે તેમાંથી ૪૦ થી ૫૦ હજારની રકમ કાઢી લેતો હોવાનું જણાવતો હોય અને આમ કરીને તેણે આશરે પચાસ લાખ રૂપીયાની ઉચાપત કંપની સાથે કર્યાનું જણાવેલ હોય, જે બાબતે જામનગર એસઓજીએ  મુંબઈ સાવલી પોલીસ સ્ટેશન ખાતે ખાત્રી તપાસ કરતા ઈસમ વિરુદ્ધ ઉચાપત બાબતે ગઈ તા.27-7-2019ના રોજ ગુનો દાખલ થયેલ હોય અને ગુનામાં ઈસમ નાસતો ફરતો હોય, જે ગુન્હામાં ઈસમને પકડી પાડી મુંબઈ સાવલી પોલીસ સ્ટેશનને જાણ કરી ધોરણસરની કાર્યવાહી એસઓજી દ્વારા શરુ કરવામાં આવી છે.