સીમકાર્ડ ખરીદનાર ગ્રાહકો સાથે આ રીતે થતી હતી છેતરપીંડી..

એક સગીર પણ સામેલ છે,

સીમકાર્ડ ખરીદનાર ગ્રાહકો સાથે આ રીતે થતી હતી છેતરપીંડી..

mysamachar.in-રાજકોટ:

શું તમે પણ તમારા મોબાઈલ માટે નવું સીમકાર્ડ ખરીદ કરો છો,જો હા તો સીમકાર્ડ ખરીદતી વખતે સેલ્સમેન અને દુકાનદારો કેવું કરતાં હશે તેનો એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે,રાજકોટ પોલીસે ત્રણ શખ્સોને ને જુદી જુદી કંપનીના સીમકાર્ડ સાથે ઝડપી પાડયા છે. આ ત્રણેય ઇસમો ગ્રાહકોના ફિંગર પ્રિન્ટ લઈ અન્ય લોકોને વગર ડોક્યુમેન્ટે ઉંચા ભાવે સીમકાર્ડ વહેંચતા હોવાનું પણ સામે આવ્યું છે,

રાજકોટની ભક્તિ નગર પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડયા છે. આ ત્રણેય શખ્સો લોકો સાથે છેતરપિંડી કરી તેમના નામના સીમકાર્ડ અન્ય વ્યક્તિઓને વહેંચવાનો ધીકતો ધંધો કરતાં હતા,ઝડપાયેલ ત્રણ શખ્સો પૈકી નો એક જીત ઉર્ફે કાનો સીમકાર્ડ એજન્સીની દુકાનમાં કામ કરે છે. જેથી પોતે કાર્ડ કઈ રીતે એકટીવેશન થાય તેની તમામ પ્રક્રિયાથી વાકેફ હતો. તેથીજ આ પ્રકારના ગુનાહિત પ્રવૃતિમા તેને પોતાની સાથે અન્ય દિપક નામનો શખ્સ અને સગીર વયના મિત્રનો પણ સામેલ કરી લીધા હતા, 

આ ત્રણેય શખ્સો તેમની પાસે સીમકાર્ડ લેવા આવતા ગ્રાહકોના એક થી વધુ વાર ફિંગર પ્રિન્ટ લેતા હતા. તો સાથે જ ઓટીપી નંબર એક વાર ગ્રાહકના ચાલુ નંબર પર મંગવાતા. જ્યારે તેજ ગ્રાહકના વધારાના ફિંગર પ્રિન્ટનો ઉપયોગ અન્ય કાર્ડના એકટીવેશન માટે કરતા હતા. જેનો ઓટીપી નંબર પોતાના મોબાઈલ પર મંગાવતા હતા.આમએક જ ગ્રાહકના નામે તેના ડોક્યુમેન્ટ અને ફિંગર પ્રિન્ટનો ઉપયોગ અન્ય બે કે ત્રણ કાર્ડના એકટીવેશનમા કરવામાં આવતો હોવાનું પણ પોલીસને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે,

પોલીસનું માનવું છે કે આરોપીઓ પોતે જુદી જુદી કંપનીના સેલ્સપર્સન હોઈ તે રીતે રોજ પર પોતાની કંપનીની છત્રી નાંખીને બેસતા હતા.પણ અંતે આ ત્રણેય નો ભાંડાફોડ થઇ જતા પોલીસે તેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.