માસ્ક આપવાના નામે 8 લાખની છેતરપીંડી
નકલી રીસીપ્ટ પણ મોકલી માસ્ક ના મળતા અંતે

Mysamachar.in-સુરત
કોરોના મહામારીમા માસ્ક, સેનેટાઈઝર, હેન્ડવોશ સહિતની ચીજવસ્તુઓની જબરી માંગ વધી છે, એવામાં આવી જરૂરી ચીજવસ્તુઓ વેચાણ કરવાના નામે છેતરપીંડીના કિસ્સાઓ પણ વધી રહ્યા છે, એવામાં આવો એક કિસ્સો સુરતમાં સામે આવ્યા બાદ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, અડાજણ વિસ્તારમાં વસવાટ કરતા હિતેશ મિસ્ત્રી પર 23 ફેબ્રુઆરીએ ચંદીગઢથી આર.કે.મિશ્રા નામના વ્યકિતએ ફોન કરી પોતે મેડિકલ માસ્કનો વેપાર કરતો હોવાનું જણાવ્યું હતું.
હિતેશે 4 લાખ નંગ માસ્ક ખરીદવાની ઇચ્છા દર્શાવી હતી. જેમાં 8 લાખ આર.કે.મિશ્રાએ હિતેશ પાસેથી લીધાં હતા. ગઠિયાએ ત્યારે કહ્યું કે 26 ફેબ્રુઆરીએ માલ સુરત એરપોર્ટ પર મળી જશે. ગઠિયાએ કાર્ગોની રસીદ પણ મોકલી હતી. હિતેશે એરપોર્ટ પર તપાસ કરી તો ખબર પડી ચંદીગઢથી કોઈ પાર્સલ આવ્યું નથી. એટલું જ નહી કાર્ગોની રસીદ પણ નકલી નીકળતા પોતાને સાથે છેતરપીંડી થઇ હોવાનો અહેસાસ થતા હિતેશે ઉધના પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.