નેવીમાં કોન્ટ્રાક્ટ મળ્યાનું જણાવી ૬ શખ્સોએ કરી છેતરપીંડી

ઓફિસમાં પણ હતા તાળા

નેવીમાં કોન્ટ્રાક્ટ મળ્યાનું જણાવી ૬ શખ્સોએ કરી છેતરપીંડી

Mysamachar.in-રાજકોટ: 

જેને ખોટું જ કરવું છે તે કોઈ પણ તરકીબ અજમાવીને ભલભલાને શીશામાં ઉતારી દે છે,વાત છે રાજકોટની જ્યાં ૬ શખ્સોએ બોગસ પેઢી ઊભી કરી નેવીમાં કોન્ટ્રાક્ટ મળ્યાની વાતો કરી રૂ.11 લાખના માસિક ભાડે રૂ.47,79,791ના એલ્યુમિનિયમના ઘોડા મેળવી ભાડું નહીં ચૂકવી તેમજ ફોલ્ડ સગેવગે કરી છેતરપિંડી આચર્યાનો મામલો પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો છે,

આરોપીઓએ પોતાને નેવીમાં કોન્ટ્રાક્ટ મળ્યો હોય અને દર મહિને રૂ.11 લાખ ભાડું આપવાની વાત કરતા મુંબઈની કંપની દ્વારા રૂ.47,79,791ની કિંમતના ફોલ્ડ રાજકોટ ખાતે ભરોસા પર મોકલી દેવામાં આવ્યા હતા, ફોલ્ડ મળી ચૂક્યા બાદ આરોપીઓએ પૂર્વયોજિત પ્લાનના ભાગરૂપે કંપનીને ત્રણ મહિનાનું રૂ.31 લાખ ભાડું ચૂકવ્યું નહોતું,

લાંબો સમય રાહ જોયા બાદ પણ ભાડું નહીં મળતાં મુંબઇથી કંપનીના કર્મચારીઓ રાજકોટ દોડી આવ્યા હતા અને કાલાવડ રોડ પરની ઓફિસે તપાસ કરતાં ત્યાં તાળાં લટકતા હતા અને તપાસ કરતાં  તેમજ આરોપીઓને કોઇ કોન્ટ્રાક્ટ નેવીમાં નહીં મળ્યાનું પણ સામે આવ્યું હતુ અને આરોપીઓએ છેતરપિંડી આચર્યાનું સ્પષ્ટ થતાં મુંબઈ સ્થિત કંપનીના અધિકારીર ફરિયાદ નોંધાવી છે,

મુંબઇમાં વસવાટ કરતા કંપનીના અધિકારી અભયકુમારસિંહ ઓમપ્રકાશસિંહે રાજકોટ ક્રાઇમ બ્રાંચમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જામનગરના અભિજિતસિંહ જાડેજા, રાજકોટના પંકજ પટેલ, આશિષ ડઢાણિયા, ગોંડલના નિલેશ ચૌહાણ, જામનગરના રાજુ તથા સંદીપ રાઠોડના નામજોગ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.