જામનગર નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં 4નાં મોત

અકસ્માત બાદ કાર અને બાાઇકનું પડીકું વળી ગયું

જામનગર નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં 4નાં મોત
અકસ્માત બાદની તસવીર

Mysamachar.in-જામનગરઃ

જામનગરમાં નવાગામ અને કાના છીકારી ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, ઘટનાની જાણ થતા જ મેઘપર પોલીસ તથા 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ઘાયલોને સારવાર અર્થે ખસેડવા સહિતની કામગીરી હાથ ધરી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર અને બાઇકનું પડીકું વળી ગયું હતું. ઘટના બાદ આસપાસ ગામના લોકો પણ અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા. હાલ મૃતકોની ઓળખ તથા અકસ્માત કેમ સર્જાયો તે અંગે માહિતી મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.