પૂર્વમંત્રીએ CMને પત્ર લખ્યો કે આપની મુલાકાત બાદ આપેલ એકપણ સૂચનાનું પાલન જીલ્લામાં થયું નથી

સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા ચાલતી હોસ્પિટલોને અને ખાનગી હોસ્પિટલોને પણ હવે બંધ કરવાની ફરજ પડી

પૂર્વમંત્રીએ CMને પત્ર લખ્યો કે આપની મુલાકાત બાદ આપેલ એકપણ સૂચનાનું પાલન જીલ્લામાં થયું નથી

Mysamachar.in-કચ્છ

કોરોના મહામારીના હાલના સમયમાં કેટલીય મુસીબતો વચ્ચે ભાજપના નેતાઓ પોતાના વિસ્તાર માટે જરૂરી અને દર્દીઓના હિતની રજૂઆત માટે પણ આગળ આવતા નથી, ખરેખર સાચી રજૂઆત હોય તો ગમે ત્યારે લોકહિતમાં કરવી જ જોઈએ,આવા સમયે કચ્છના અને રાજ્યના પૂર્વમંત્રીએ મુખ્યમંત્રીને પત્ર લખી અને કેટલાક મુદ્દાઓની છણાવટ કરી છે, તેવોએ લખેલ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કચ્છ જિલ્લામાં કોરોના મહામારીએ કારો કેર વર્તાવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની કચ્છ મુલાકાત પછી પણ તેમના દ્વારા આપવામાં આવેલ સુચનોનું અમલ થયુ નથી. 2000 બેડની હોસ્પિટલ શરૂ કરવાની આપની સુચનાનો કાંઈ પણ અમલ થયો નથી. કચ્છ જિલ્લામાં ઓકિસજન, રેમડેસીવીર ઈજેકશન, દવાઓના અભાવે સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા ચાલતી હોસ્પિટલોને અને ખાનગી હોસ્પિટલોને પણ હવે બંધ કરવાની ફરજ પડી રહી છે.

કચ્છ જિલ્લામાં ઉત્પાદન થતું ઓકિસજન કચ્છ બહાર મોકલવાના નિર્ણયનો પણ વ્યાપક વિરોધ થઈ રહયો છે. દિવસા દિવસ મૃત્યુદર વધી રહયો છે. અધિકારીઓ કોઈ પણ જવાબદારી લેવા તૈયાર નથી. આ બાબતે ઉચ્ચકક્ષાએ રજુઆત કરવા છતાં પણ કાંઈ પણ પરિણામ આવ્યું નથી. ત્યારે ફરી વખત રાજ્યના પૂર્વમંત્રી તારાચંદ છેડા દ્વારા મુખ્યામંત્રીને પત્ર લખી ખરેખર આ પ્રશ્નને ગંભીરતાથી હાથ ઉપર લઈ યુધ્ધના ધોરણે પગલાં ભરી નિદોર્ષ માનવીના થતા મૃત્યુને અટકાવી આ કુદરતી આફત સામે ઉચ્ચકક્ષાએ પગલાં ભરી નિદોર્ષ માનવીના થતાં મૃત્યુ ને અટકાવી કચ્છને બચાવી લેવા માટે નમ્ર વિનંતી કરાઈ છે, કચ્છની જનતાએ હવે કોરોનાથી કંઈ રીતે બચવુ એ એની સમજણ બહારની વાત છે ત્યારે આવી ભયકંર પરિસ્થિીમાંથી કચ્છને બહાર કાઢવા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી વિનંતી કરાઈ છે.