જયારે પૂર્વ DY.CM નીતિન પટેલને પૂછવામાં આવ્યું કે 2022ની ચુંટણી તમે લડશો શું આપ્યો જવાબ..

વાંચવા માટે ક્લિક કરો 

જયારે પૂર્વ DY.CM નીતિન પટેલને પૂછવામાં આવ્યું કે 2022ની ચુંટણી તમે લડશો શું આપ્યો જવાબ..
FILE IMAGE

Mysamachar.in-અમદાવાદ:

આજે અમદાવાદાના સોલા વિસ્તારમાં પાટીદાર સમાજ દ્વારા ઉમિયાધામના ભૂમિપૂજનનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં સમાજના આગેવાનોની સાથે સાથે રાજકીય નેતાઓ પણ જોડાયા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યાં હતા.ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં નીતિન પટેલને પૂછવામાં આવ્યું કે  2022માં ફરીથી ચૂંટણી લડશો કે નહિ.? તે અંગે નીતિન પટેલનો જવાબ સાંભળતા જ સૌ કોઈમાં હાસ્ય ફેલાઈ ગયું હતું,નીતિન પટેલે કહ્યું કે હુ પક્ષનો કાર્યકર આજીવન છું, પક્ષના ધારાસભ્ય તરીકે પસંદગી એ અમારુ પાર્લામેટરી બોર્ડ અને રાષ્ટ્રીય નેતૃત્વ કરતું હોય છે, જે સમયે જ સંજોગ હશે તે પ્રમાણે નિર્ણય કરવામાં આવશે, વધુમાં નીતિન પટેલે ફરીથી ચૂંટણી લડવા અંગે પ્રશ્ન પૂછાતા તેમણે જણાવ્યું કે કોઈ રાજકારણીને પૂછો કે તમારી શું ઈચ્છાએ તો કોઈ રાજકારણી ના પાડે ખરા.. રાજકારણમાં હુ 40 વર્ષથી છું ભાજપે મને ઘણું બધુ આપ્યું છે. પક્ષ કહેશે તો ચૂંટણી લડીશ ચૂંટણી લડવાની ઈચ્છા કોને ન હોય...નીતિન પટેલને આગામી સમયમાં કેન્દ્રમાં હોવા અંગે સવાલ કરાતા નીતિન પટેલે હાલ અત્યારે અમદાવાદ સોલામાં ઉમિયા માતાજીના મંદિરમાં હોવાનું કહ્યું હતું...આમ આ સવાલ જવાબમાં નીતિન પટેલનો હળવો મૂળ જોવા મળ્યો હતો.