કાળઝાળ ગરમી વચ્ચે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી 

જો આવું થાય તો ખેડૂતોને નુકશાન 

કાળઝાળ ગરમી વચ્ચે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી 
file image

Mysamachar.in-અમદાવાદ:

હાલ ઉનાળો છે અને કાળઝાળ ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે, એવામાં રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદનું વધુ એક સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગે આગામી 21 અને 22 એપ્રિલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 21 એપ્રિલે સુરત, ભરૂચ, વડોદરા, તાપી, નર્મદા, અમરેલી, ભાવનગર અને સંઘ પ્રદેશ દિવમાં,, જ્યારે 22 એપ્રિલે ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને અમરેલીમાં 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરી છે. માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.