ઇન્વેસ્ટમેન્ટના રૂપિયા પરત આપવા ત્રણ શખ્સોએ યુવકને આપી ધમકી, કહ્યું કે..
ત્રણ શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના લાલવાડી વિસ્તારમાં વસવાટ કરતા અને ઇન્વેસ્ટમેન્ટનું કામ કરતા નીખીલ ભરતભાઈ ગુજરાતી નામના યુવકને પાર્થ પરમારે 2.25 લાખ અને શકિત પરમારે 3 લાખ પાંચ ટકા નફા પેટે ઈન્વેસ્ટમેન્ટ કરવા આપેલ હોય જે રકમ ફરિયાદી નીખીલ પોતાની આર્થીક પરિસ્થિતિ ખરાબ હોવાને લીધે ચુકવી શકેલ ન હોય જેથી પાર્થ પરમાર અને શક્તિ પરમાર ઉપરાંત મહેશ ગોજીયા નામના શખ્સે પોતાને જામનગર પોલીસ વિભાગના મોટા અધિકારી સાથે સબંધ હોવાની દાટી મારી રોકાણના રૂપીયા અને નફાના રૂપીયા ચુકવી આપવા ફરીયાદી નીખીલભાઈને બળજબરીથી દબાણ કરી માર મારવાની ધાકધમકીઓ આપ્યા સબબની ફરિયાદ સીટી સી ડીવીઝનમાં નોંધાઈ છે.