વર્ષોથી રેકડીઓ.. પથારા પાસેથી ભો ભાડું વસુલવાના ઇજારાનો ઠરાવ થાય છે પણ અમલવારી નહિ, કારણ કે..

“કટકી” બંધ થઇ જાય..? એસ્ટેટ સહિતના વિભાગોની ભૂંડી ભૂમિકાની ચર્ચાઓ

વર્ષોથી રેકડીઓ.. પથારા પાસેથી ભો ભાડું વસુલવાના ઇજારાનો ઠરાવ થાય છે પણ અમલવારી નહિ, કારણ કે..

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકા પાસે સ્વ ભંડોળમા નાણાનો અભાવ છે તે સૌ જાણે છે અરે...ત્યાં સુધી કેટલીક વાર તો એવું થયું છે કર્મચારીઓને પગાર કરવાના પણ સાંસા હોય..આવી સ્થિતિ વચ્ચે મનપા ધારે તો બાકી નીકળતી વસુલાત, ભો ભાડાઓ, અન્ય મનપાની મિલકતના ભાડાઓ, અલગ અલગ ચાર્જીસ, અને નવી આવકના સ્ત્રોત ઉભા કરી શકે છે પણ આવું ના થાય તેમાં પણ કેટલાક લગતનું હિત સચવાયેલું હોય તેમ વર્ષોથી ઠરાવ થાય છે પણ ઠરાવની કોઈ વેલ્યુ ના હોય તેમ અમલવારી જ થતી નથી તે કરવા નથી દેવી કે કરવાનો ઈરાદો નથી તેવા અનેક સવાલો જાણકારો ઉઠાવે છે.

મનપાના આધારભૂત સુત્રો માહિતી આપતા કહે છે કે વર્ષ 2004/05થી ઠરાવ થતો આવે છે કે જામનગરમાં વિવિધ રેંકડીઓ, પથારાવાળાઓ, પાસેથી ભો ભાડું વસુલ કરવાનો ઈજારો બહાર પાડવા ઠરાવ થાય છે, જે બજેટમાં પણ જોવા મળે છે, કે પ્રતિ ચોરસ મીટર વધુમાં વધુ 5 કલાક માટે 15 રૂપિયાની વસુલાત કરવામાં આવે...જાણકારોના એક અંદાજ મુજબ જામનગરમાં સ્થાયી 8000 જેટલા રેકડીઓ અને પથારા દૈનીક છે જેમાં અલગ અલગ વારોના અલગ અલગ વિસ્તારોમાં ભરાતી ગુજરી બજાર અલગ છે.

જાણકારોના મુખેથી સાંભળવા મળતી ચર્ચાઓ મુજબ જો આ ઈજારો અપાઈ જાય તો લગત જે કોઈની ખાયકીઓ બાંધેલી છે તેને અવરોધ પહોચે અને તેની ખાયકીઓ બંધ થઇ જાય..જે માસિક લાખોમાં થાય છે, તેથી યેનેકેન પ્રકારે એસ્ટેટ શાખા સહીત જે કોઈનું આ રેકડી અને પથારામાં હિત સચવાયેલું છે તે લગતો આ ઈજારો થાય તેમાં રાજી નથી, પરિણામે મનપાને વાર્ષિક કરોડોનું નુકશાન જયારે લાગતા-વળગતાને વાર્ષિક કરોડોનો ફાયદો છે, તે સીધી વાત છે.જો કે આ તો જાણકારોની ચર્ચાઓ અને લગત પાસેથી મળતી વિગતો મુજબ મોટી ખાયકી થાય છે તેવો આક્ષેપ છે માટે તેની તપાસ થવી ઘટે બાદમાં સત્ય શું છે તે સામે આવે...કારણ કે ભૂતકાળમાં એક વિપક્ષ સભ્ય તો શહેરના અન્ય એક વકીલે એક રેકડી અને પથારાના કેટલા લેવાય છે તેની માહિતી ઉજાગર કરી હતી, તો ગત સામાન્યસભામાં પણ વિપક્ષે એસ્ટેટ વિભાગ અને પોલીસ રેકડી પથારાવાળા પાસેથી હપ્તા લે છે તેવો ખુલ્લો આક્ષેપ કરતા સનસનાટી મચી જવા પામી હતી

આમ પોતાનું હિત સચવાય રહે તે માટે મનપાનું આર્થિક અહિત કરનાર માલેતુજાર થઇ રહ્યા છે અને મનપાને ચોખી આવક જે મળવાપાત્ર છે તે મળતી નથી અને વાર્ષિક કેટલી નુકશાની જાય છે તેનો અંદાજ સૌ કોઈ આ સમાચાર પરથી લગાવી શકે છે, ત્યારે હવે મનપા કમિશ્નર અને પદાધિકારીઓ આ મામલે કોઈ રસ દાખવશે કે કેમ તે જોવાનું છે.