વીમાના દાવા અંગે જામનગર જીલ્લામાં પાક અખતરાની કામગીરીનો ધમધમાટ 

કલેક્ટરએ કરેલી જાત તપાસ

વીમાના દાવા અંગે જામનગર જીલ્લામાં પાક અખતરાની કામગીરીનો ધમધમાટ 

 mysamachar.in-જામનગર

જામનગર જીલ્લામાં આ વર્ષે અપુરતો  વરસાદ પડેલ હોય અને નબળા ચોમાસાના લીધે આમ પ્રજાના ચહેરા પર રોનક છીનવાઇ ગઈ છે જ્યારે ખેડૂતોમાં પણ કરેલ વાવેતર નિષ્ફળ જાય તેવો ભય ફેલાયો છે,અપૂરતા વરસાદના લીધે જામનગર જિલ્લાના મોટા ભાગના ડેમોની પણ ખાલીખમ જેવી સ્થિતિ છે...તેવામાં પાકને બચાવવા માટે ખેડૂતો પાણી વગર મુશ્કેલી અનુભવી રહ્યા છે..ત્યારે જામનગર જીલ્લામાં વીમાના દાવા માટે ખેડૂતોના ખેતરે સ્થળ તપાસ કરીને પાકના અખતરા લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને જીલ્લા કલેક્ટર રવિશંકર ખુદ ધ્રોલ તાલુકાનાં નથુવડલા ગામે પહોચી જઈને ધનજીભાઈ કગથરાના ખેતરમાં મગફળીના પાક અખતરાની કામગીરીની સ્થળ તપાસ કરી હતી,    

જામનગર જીલ્લામાં સારા ચોમાસાની આશાએ આ વર્ષે ખેડૂતોએ કપાસ અને મગફળીના વાવેતર પર ધ્યાન આપીને જામનગર તાલુકામાં મગફળીનું ૨૫૯૩૭ હેકટરમાં અને કપાસનું ૩૯૭૯૯ હેકટરમાં, ધ્રોલ તાલુકામાં મગફળીનું ૯૨૧૦ હેકટરમાં અને કપાસનું ૨૫૬૮૦ હેકટરમાં, જોડીયા તાલુકામાં મગફળીનું ૮૧૧૧  હેકટરમાં અને કપાસનું ૨૩૯૯૩ હેકટરમાં, કાલાવડ તાલુકામાં મગફળીનું ૩૪૯૫૬  હેકટરમાં અને કપાસનું ૩૯૨૧૦ હેકટરમાં, જામજોધપુર તાલુકામાં મગફળીનું ૨૩૨૫૯  હેકટરમાં અને કપાસનું ૨૮૪૨૦  હેકટરમાં, લાલપુર તાલુકામાં મગફળીનું ૨૮૯૦૮ હેકટરમાં અને કપાસનું ૨૬૫૧૪ હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે,

ત્યારે કૃષિ વિભાગ દ્વારા જામનગર જીલ્લામાં ધ્રોલ-જોડીયા તાલુકામાં કપાસના પાકને મુખ્ય પાક ગણવામાં આવ્યો છે આથી આ તાલુકામાં ગ્રામ સેવક અને વીમા કંપનીના પ્રતિનિધિ દ્વારા ગામ દીઠ ૫ સ્થળએ  અખતરાના સ્થળ તપાસની કામગીરી કરવામાં આવી રહી છે...અને જામજોધપુર,લાલપુર,જામનગર,કાલાવડ તાલુકો વગેરે તાલુકામાં મગફળીના પાકને ગૌણ પાક ગણવામાં આવ્યો છે આથી આ તાલુકામાં પસંદગીના ૧૦ ગામોમાંથી મગફળીના પાકના ૨૦ અખતરા લેવાની કામગીરી ગ્રામસેવકો અને વીમા કંપનીના પ્રતિનિધિ દ્વારા કરવામાં આવી રહી છે,

આમ જામનગર જીલ્લામાં ખેડૂતો દ્વારા ૧૩૦૩૮૧ હેકટરમાં મગફળીનું અને ૧૮૩૬૧૬ હેક્ટરમાં કપાસનું કુલ વાવેતર કરી નાખ્યું હોય ત્યારે કેટલું ઉત્પાદન થશે અને કેટલી નુકસાની જશે તે આ અખતરાની કામગીરી બાદ વીમાના દાવા અંગેની સાચી પરિસ્થિતિ ખ્યાલ આવશે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.