Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીઠાપુર ગામે એક શખ્સની દાદાગીરી સામે આવી છે, મીઠાપુરના આરંભડા સીમ નજીક આવેલ ફાટક નંબર ૩૦૯મા ફાટકમેન તરીકે ફરજ બજાવતા અનિલકુમાર છોટેસીંગ ચૌહાણ પોતાની ફરજ પર હાજર હતા ત્યારે રમજાન દાઉદભાઈ બેતારા જે આરંભડા ગામનો જ રહીશ છે તે ફાટક બંધ હતું ત્યારે ત્યાં આવી પહોચ્યો હતો, અને ફાટક પર ફરજ પર હાજર રહેલા અનિલકુમાર ને કહેલ કે ફાટક ખોલ મારે ઉતાવળ છે, પરંતુ સોમનાથ ઓખા ટ્રેન આવતી હોય જેથી ફાટકમેને ફાટક ના ખોલતા આ વાતનો રાખ રાખીને શખ્સ રમજાને અનિલકુમારને પોતાની સાથે હવા ભરવાના પંપ વડે આડેધડ મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.