સુપ્રસિદ્ધ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દાદાને લીલી તથા કાળી દ્રાક્ષનો અન્નકૂટ અને શણગાર

સુપ્રસિદ્ધ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દાદાને લીલી તથા કાળી દ્રાક્ષનો અન્નકૂટ અને શણગાર

Mysamachar.in-બોટાદ

બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ શ્રી સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજી અથાણા વાળાની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગર દાસજી સ્વામીના માર્ગદર્શન થી તારીખ આજે  શનિવાર ના રોજ 5:30 કલાકે મંગળા આરતી દાદાની શણગાર આરતી 7:00 તથા અન્નકૂટ આરતી 11:00 કલાકે શાસ્ત્રી સ્વામીશ્રી હરિપ્રકાશદાસજી દ્વારા કરવામાં આવેલ હતી. આજે મંદિર સાળંગપુર મંદિર ખાતે શ્રી કષ્ટભંજન દેવને લીલી તથા કાળી દ્રાક્ષ ધરાવી દાદાને વિશેષ શણગાર કરવામાં આવેલ હતો. જેનો ઓનલાઇન પણ હજારો હરિભક્તોએ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના લીલી તથા કાળી દ્રાક્ષના અન્નકૂટ અને શણગારના દર્શનનો લાભ લીધેલ હતો.