કાલાવડ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 5ના મોત

રક્તરંજીત બન્યો રોડ

કાલાવડ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં  5ના મોત

Mysamachar.in-જામનગરઃ

જામનગરના કાલાવડથી 20થી 25 કિમી દૂર ભાવાભી ખીજડિયા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેમાં પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે ત્રણ લોકો ઘાયલ હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં તમામ જામનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઇને મોટી સંખ્યામાં પોલીસ કાફલો દોડી આવ્યો છે અને ઘાયલોને સારવાર અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. તો અકસ્માત એટલો ગંભીર હતો કે ઇકો કારનું પડીકું વળી ગયું હતું.તો રસ્તા પર લોહીના ખાબોચીયા ભરાયા હતા. સાંજના પાંચ વાગ્યા આસપાસ બનેલી ઘટનાથી આસપાસના ગામલોકો દોડી આવ્યા હતા તો રસ્તા પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી, જેને પોલીસકર્મીઓએ રાબેતા મુજબ રસ્તો ખાલી કરાવી વાહનવ્યવહાર રાબેતા મૂજબ કરાવ્યો હતો. હાલ પોલીસ સમગ્ર ઘટના અંગે તપાસ કરી રહી છે.