Mysamachar.in-જામનગર:
આપણે ત્યાં એવું કહેવાય છે કે પહેલો સગો પાડોશી પણ જામનગરના લાલપુર તાલુકાના પીપળી ગામે એવી ઘટના સામે આવી કે તેને જોઇને આપ પણ બોલી ઉઠ્સો કે પાડોશી આવા થોડા હોય…લાલપુરના પીપળી ગામમાં રહેતા એક પરિવારની બે પુત્રી તથા પિતાએ ફિનાઈલ પી લેતા ત્રણેયને સારવાર માટે જામનગર લઈ જવામાં આવ્યા હતાં, આ ત્રણેય વ્યક્તિએ પાડોશીના કહેવાતા ત્રાસથી કંટાળી જઈ આ પગલું ભર્યાનું જાણવા મળ્યું છે.લાલ૫ુર તાલુકાના પીપળી ગામ સામે આવેલા સસોઈ ડેમ પાસે રહેતા નાનજીભાઈ મૂળજીભાઈ મકવાણા નામના પ્રૌઢ તથા તેમની બાવીસ વર્ષની પુત્રી અંજના અને ઓગણીસ વર્ષની પુત્રી ભારતીએ એકસાથે ફિનાઈલ પી લેતાં ત્રણેય પુત્રી-પિતાને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ત્રણેય વ્યક્તિઓની તબીબોએ સઘન સારવાર શરૃ કર્યા પછી હાલમાં ત્રણેયની તબીયત સ્થિર છે. આ અંગે લાલપુર પોલીસ મથકમાં નોંધાયેલ વિગતો મુજબ ફરીયાદી તથા આરોપી રમેશ હમીર મકવાણા બાજુમા બાજુમા રહેતા હોય અને પંદરક વર્ષ અગાઉ લીમડાના ઝાડની પાળ રમેશ મકવાણાના ઘરના ફળીયામા જતી હોય જે બાબતે ઝગડો થતા તેનો ખાર રાખી ફરીયાદીને ટાટીયા ભાંગી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદીને લાગી આવતા ફરીયાદી તથા તેમની દીકરી ભારતીબેન તથા અંજનાબેન એમ ત્રણેય બાપ દીકરીઓએ ઘરમા રાખેલ ફીનાઈલ લીધાનું જાહેર થયું છે.