Mysamachar.in-જામનગર:
આટલા દિવસો સુધી જામનગરમાં એક પણ કેસ કોરોનાનો ના નોંધાયા બાદ આજે જામનગરમાં પ્રથમ પોજીટીવ કેસ સામે આવ્યાની પુષ્ટિ કરી દેવામાં આવી છે, દરેડ વિસ્તારના 14 માસના બાળકનો હોવાનું પ્રાથમિક સામે આવી રહ્યું છે. એક કેસ સામે આવતા તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે, હજુ પણ લોકો ગભરાઈ નહિ પણ સાવચેતી રાખે તે આવશ્યક છે.