Mysamachar.in-જામનગર
આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જામનગર મહાનગરપાલિકા સહીત રાજ્યની મહાનગરપાલીકાઓ માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી જેમાં જામનગરના 27 ઉમેદવારોને પણ જાહેર કરવામાં આવ્યા છે, આ યાદીમાં નવા ચહેરાઓ ને તો સ્થાન મળ્યું પણ મોટાભાગના રીપીટ પણ દેખાઈ આવે છે, પહેલા કોંગ્રેસ પક્ષ સાથે રહેલા અને બાદમાં ભાજપમાં અને ફરી કોંગ્રેસનો ખેસ ધારણ કરનાર રચનાબેન નંદાણીયાને કોંગ્રેસે ટીકીટ આપી છે, તો વોર્ડ નંબર 12 અને 15 માં તમામ 8 ઉમેદવારોમાંરીપીટની થીયરી ચાલી છે.વોર્ડ નંબર 4 માંથી આનંદ ગોહિલને રીપીટ કરવામાં આવ્યા છે, તો યુવા નેતા એનએસયુઆઈના જીલ્લાના પૂર્વ પ્રમુખ અને યુવક કોંગ્રેસ ગુજરાતના સેક્રેટરી શક્તિસિંહ જેઠવાને વોર્ડ નંબર 3 માં થી ટીકીટ મળી છે. તો ઉભરી રહેલો ચહેરો અને લડાયક યુવા નેતા પાર્થ પટેલને પણ વોર્ડ નંબર 7 માં તક આપવામાં આવી છે.આમ આજે કોંગ્રેસે તો પોતાની પ્રથમ યાદી જાહેર કરી દીધી હવે ભાજપની યાદી પર સૌ કોઈની મીટ મંડાયેલી છે.