રાજ્ય સરકારનું પ્રથમ કર્તવ્ય જનતાને પીવાના પાણીની સંપૂર્ણ વ્યવસ્થા જાળવી રાખવી:કૃષિમંત્રી આર.સી.ફળદુ

રાજકોટ ખાતે મીડિયા સાથેની વાતચીતમાં બોલ્યા કૃષિમંત્રી

રાજ્ય સરકારનું પ્રથમ કર્તવ્ય જનતાને પીવાના પાણીની સંપૂર્ણ વ્યવસ્થા જાળવી રાખવી:કૃષિમંત્રી આર.સી.ફળદુ
file image

Mysaachar.in-રાજકોટ

રાજ્યમાં આ વર્ષે વરસાદ ખેંચાયો હોય તેવી સ્થિતિ વચ્ચે હવે સરકાર માટે પણ પાણી એ ચિંતાનો વિષય બન્યો છે, સરકાર આ મામલે એલર્ટ મોડ પર પણ આવી ચુકી છે, અને લગત તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે, એવામાં આજે રાજ્યના કૃષિ મંત્રી આર.સી.ફળદુએ રાજકોટ ખાતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે.... 15 દિવસથી જળ સંપત્તિ યોજનાઓમાં પીવાનું પાણી રિઝર્વ રાખી તમામ રિઝયોનમાં ખેતીવાડી માટે પાણી છોડવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, તો નર્મદા આધારિત સૌની યોજનાથી પીવાનું પાણી આપવામાં આવે છે તેની પણ વ્યવસ્થા ચાલુ છે, તો રાજ્ય સરકારનું પ્રથમ કર્તવ્ય જનતાને પીવાના પાણીની સંપૂર્ણ વ્યવસ્થા જાળવી રાખવાનું છે. એટલે કે પીવાનું પાણી રિઝર્વ રાખી ખેડૂતોને અને ઉદ્યોગો માટે પાણી આપવામાં આવશે તેમ જણાવતા વધુમાં કૃષિમંત્રીએ કહ્યું કે...

સૌરાષ્ટ્રનું રાજકોટ હબ છે રાજકોટથી પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા અને ખેતીવાડી માટે જળ સંપત્તિની યોજનામાં જે પાણી રિઝર્વ રાખવાનું હોઈ છે તેને લઈને ફાઈલ રાજ્ય સરકારે મુવ કરી છે... ફળદુએ કહ્યું કે અમે વરસાદ માટે સંપૂર્ણ આશાવાદી છીએ, ખરીફ સિઝન રામ મોલ કહેવાય છે અને રામ મોલમાં દર વર્ષે વરસાદનું પ્રમાણ જળવાયેલું જ રહેતું હોય છે આ વર્ષે પણ ભગવાન આપણને વરસાદ આપશે તેવી આશા પણ કૃષિમંત્રીએ વ્યક્ત કરી છે.