ગુજરાતનો પ્રથમ કેસ, આફ્રિકાથી જામનગર આવેલ વ્યક્તિને એમીક્રોન વોરિયન્ટ પોજીટીવ 

રાજ્યના આરોગ્ય વિભાગથી માંડી જામનગર વહીવટીતંત્ર સુધી એલર્ટ 

ગુજરાતનો પ્રથમ કેસ, આફ્રિકાથી જામનગર આવેલ વ્યક્તિને એમીક્રોન વોરિયન્ટ પોજીટીવ 
symbolic image

Mysamachar.in-જામનગર

ગુજરાતમાં એમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો છે. દક્ષિણ આફ્રિકાથી જામનગર આવેલા 72 વર્ષના વૃધ્ધનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. ઓમિક્રોન વેરિઅન્ટનો શંકાસ્પદ કેસ હોવાનું દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા પુણેની લેબમાં સેમ્પલ મોકલવામા આવ્યા છે. જ્યાં આ દર્દીનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.જામનગરમાં આજે ઘાતક ગણાતા નવા ઓમિક્રોન વેરિયંટનો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. આ દર્દીને અઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. કોરોના પોઝિટિવ જાહેર થયેલા દર્દીના નમુના લઇ પુણે લેબમાં મોકલી આપ્યા હતા. નવા વેરિઅન્ટની ભારતમાં એન્ટ્રી થઇ ચુકી છે.

-કલેકટર ડો.સૌરભ પારધીએ કહ્યું કે..
આ મામલે ગાંધીનગર આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયા બાદ જામનગર જીલ્લા કલેકટર ડો.સૌરભ પારધીએ mysamachar સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે જ્યારથી આ વ્યક્તિ આવ્યા ત્યારથી જ તકેદારીના ભાગરૂપે ડેન્ટલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે,અને તેના સંપર્કમાં આવેલ લોકોના રીપોર્ટ કરવામાં આવ્યા હતા જે નેગેટીવ આવ્યા હતા પરંતુ ફરીથી તેમના રીપોર્ટ કરવામાં આવશે અને હાલ દર્દીની સ્થિતિ સ્થિર છે.કન્ટેમેન્ટ કરવામાં આવ્યું છે અને તેના ઘર આજુબાજુ માઈક્રો કન્ટેમેન્ટ પણ સખ્તાઈથી કરવામાં આવશે