પહેલા યુવતી સાથે પાડ્યા અર્ધનગ્ન હાલતમાં ફોટો અને પછી માંગ્યા 50 લાખ

નાના એવા ગામમાં ચર્ચા ટોક ઓફ ધ ટાઉન

પહેલા યુવતી સાથે પાડ્યા અર્ધનગ્ન હાલતમાં ફોટો અને પછી માંગ્યા 50 લાખ
symbolic image

Mysamachar.in-જુનાગઢ 

સ્વરૂપવાન યુવતીઓની માયાજાળ અને મીઠી મીઠી વાતોમાં ફસાઈ જઈને કેટલાય નામી લોકો હનીટ્રેપ નો શિકાર બનતા હોવાના કિસ્સાઓ સમયાંતરે સામે આવતા જ રહે છે, આવો જ વધુ એક જુનાગઢ જિલ્લાના માણાવદરમાં સામે આવ્યો છે, જે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે, એક યુવકને હની ટ્રેપમાં ફસાવવા મામલે એક યુવતી સહિત સાત લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવતા મામલો પ્રકાશમાં આવ્યો અને ખળભળાટ મચી જવા પામ્યો છે, વિજય નામના યુવકને એક યુવતી સહિત સાત લોકોએ હની ટ્રેપમાં ફસાવ્યો હતો.

યુવકને હની ટ્રેપમાં ફસાવીને તેની પાસેથી રૂપિયા 50 લાખ પડાવવાનો કારસો ઘડવામાં આવ્યો હતો.આ માટે યુવકને અન્ય જગ્યાએ લઈ જઇને તેના એક યુવતી સાથે અર્ધનગ્ન હાલતમાં ફોટા પાડી લેવામાં આવ્યા હતા. જે બાદમાં પોલીસ તરીકે ઓળખ આપીને મોટી ખંડણી માંગવામાં આવી હતી. યુવક વિજયને દીલાવર કુરેશી તથા માણાવદરના ગાયત્રી મંદિર પાસે રહેતા હિતેન નામના શખ્સો છોકરી સાથે સંબંધ બંધાવી દેવાની લાલચ આપી ઉપલેટા લઈ ગયા હતા. જોકે, આ લોકોએ યુવકને ફસાવી દેવાનું કાવતરું ઘડ્યું હતું. જે પ્રમાણે ઉપલેટા ખાતે એક યુવતી અને ત્રણ અજાણ્યા શખ્સો હાજર હતા.

આ તમામ લોકોએ પૈસા પડાવવા માટે વિજય અને તેની સાથે રહેલા સગીરના અજાણી યુવતી સાથે અર્ધનગ્ન હાલતમાં તસવીરો પાડી લીધા હતા. જે બાદમાં બંનેને પ્લાસ્ટિકના પાઇપથી માર માર્યો હતો. માર માર્યા બાદ યુવકને હની ટ્રેપમાં ફસાવી દેવાની ધમકી આપીને રૂપિયા 50 લાખની માંગણી કરી હતી. આ મામલે યુવકે માણાવદર પોલીસમાં ફરિયાદ નોંધવાતા પોલીસે એક અજાણી યુવતી સહિત સાત લોકો સામે ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે. પોલીસે સાતેય આરોપીઓ સામે કલમ 506(2), 143,120બી,323, 504, 367, 364(અ), 385, 170 જીપીએ ક 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે,