મેટાડોરમાં નિંદ્રાધીન યુવક પર ફાયરીંગ

સાસરિયાઓ સામે વ્યક્ત કરી શંકાની સોય

મેટાડોરમાં નિંદ્રાધીન યુવક પર ફાયરીંગ
symbolic image

Mysamachar.in-જુનાગઢ

રાજ્યમાં દિવસે ને દિવસે વધી રહેલી ગુન્હાખોરી વચ્ચે આજે એક ફાયરીંગની ઘટના જુનાગઢ નજીક સામે આવી છે, કેશોદની દીપાર્તી ફર્નિચર નજીક રોડ પર મેટાડોરમાં નિન્દ્રાધીન યુવક પર ફાયરીંગ કરવાની ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે. મેટાડોરનો ચાલક ભરત પુંજાભાઈ કુવાડીયા બપોરે મેટાડોરમાં સુઈ રહ્યો હતો તે સમયે કોઈ અજાણ્યા શખસે ભરતની પીઠ ના ભાગે બંદુક જેવા હથિયારમાંથી ફાયરીંગ કર્યું હતું. ફાયરીંગથી ઈજાગ્રસ્ત થયેલા ભરતે ચીસો પાડતાં લોકો દોડી આવ્યા હતા.જોકે લોકો દોડી આવે તે પહેલાં જ ફાયરીંગ કરનાર અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા .જે બાદ ભરત કુંવાડીયાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

ફાયરીંગની ઘટનાની જાણ થતાં કેશોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ અંગે ભરત કુંવાડીયાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.જેમાં ગંભીર આક્ષેપો કરી  શંકા વ્યક્ત કરી હતી કે તેના સાસરિય પક્ષના અમુક લોકો સામે ફાયરીંગ કર્યું હોવાની શંકા વ્યક્ત કરી છે, તેણે પોલીસ સમક્ષ આપેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે તેણે રાજકોટના આહીર ચોકમાં રહેતી યુવતી સાથે ચાર માસ પહેલાં જ ઘરેથી ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા. પ્રેમ લગ્ન કર્યાના થોડા જ દિવસોથી તેને અજાણ્યા શખસો દ્વારા ધમકીઓ મળતી હતી.થોડા દિવસ પહેલાં જ અજાણ્યા શખસે તેની પત્નિને ફોન કરી મારી નાખવાની ધમકીઓ આપી હતી.ફાયરીંગમાં ઈજાગ્રસ્તે ભરતે કરેલા ગંભીર આક્ષેપોના આધારે પોલીસે સત્ય શું તેની તપાસ શરુ કરી છે,