નિશા ગોંડલીયાની કાર પર થયું ફાયરીંગ..

આરાધનાધામ નજીકનો બનાવ 

નિશા ગોંડલીયાની કાર પર થયું ફાયરીંગ..

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

બીટકોઈન કેસ અને જામનગરના ભૂમાફિયા જયેશ પટેલના કેટલાક ખુલાસાઓને લઈને ચર્ચામાં આવેલી નિશા ગોંડલીયાની કાર પર આજે બપોરના સુમારે દ્વારકા જીલ્લાના ખંભાળિયા નજીક આવેલ આરાધનાધામ પાસે બે રાઉન્ડ જેટલું ફાયરીંગ કરવામાં આવ્યાની વાત સામે આવી રહી છે, જેમાં નિશાને પણ સામાન્ય ઇજાઓ પહોચતા તેણીને ખંભાળિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે, કોણે, શા માટે, અને કેટલા રાઉન્ડ ફાયરીંગ કર્યું તે હજુ સામે આવી શક્યું નથી..જો કે હાલ ખંભાળિયા પોલીસ સહીત એલસીબીની ટીમ આરાધનાધામ નજીક આવેલ હોટેલના સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે. વધુ ખુલાસાઓ આ મામલે પોલીસ વિધિવત કરશે ત્યારે જ સામે આવશે.